SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઐરાશિકમત નિઠવવાદ જીવદ્રવ્યનો એકાદ-બે ટુકડા ક્યાંય આપતો નથી. તેથી જીવ અને અજીવ એમ બે જ રાશિ છે. ત્રીજી રાશિ નથી. ત્રીજી રાશિ માનવી તે ખરવિષાણતુલ્ય છે ।।૨૫૦૪ અવતરણ :- ત્યારબાદ શું થયું ? તે હવે કહે છે : तो निग्गहिओ छलुओ, गुरु वि सक्कारमुत्तमं पत्तो । धिधिक्कारोवहओ, छलुओ वि सभाहिं निच्छूढो । २५०५ ॥ ગાથાર્થ ::- ત્યારબાદ ષડુલૂક (રોહગુપ્ત) જિતાયો. ગુરુજીનો ગામ લોકો વડે ઘણો સત્કાર કરાયો. અત્યન્ત ધિક્કારને પામેલા તે ષડુલૂકને સભામાંથી બહાર કઢાયો ॥ ૨૫૦૫ II વિવેચન :- તે કુત્રિકાપણ નામની દુકાનના માલિક એવા દેવ વડે જીવથી જુદો એવો નોજીવ નામનો કોઈ પણ પદાર્થ ન અપાયો. ત્યારે ષડુલૂક જીતાયો. ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય પણ રાજા દ્વારા અને લોકો દ્વારા ઘણો ઉત્તમ સત્કાર પામ્યા. ડુલૂક પણ ગુરુજીનો પ્રત્યનીક બનવાથી (ગુરુજીનો વિરોધી બનવાથી) લોકો દ્વારા અપાયેલા ધિક્કારથી દબાયેલા એવા તેને રાજ્ય સભામાંથી બહાર કઢાયો. ચારે બાજુ ઘણા જ ધિક્કારને પામ્યો લોકોએ ઘણો જ તિરસ્કાર કર્યો. ॥ ૨૫૦૫ || અવતરણ :- ત્યારબાદ શું થયું ? તે કહે છે : वाए पराजिओ सो, निव्विसओ कारिओ नरिंदेण । घोसावियं च नयरे, जयइ जिणो वद्धमाणो ति ।। २५०६ ॥ तेणाभिनिवेसाओ समइ विगप्पियपयत्थमादाय । વસેયિં પળીય, પાયમĪમોરૢિ ॥ ૨૧૦૭ ॥ ગાથાર્થ :- વાદમાં પરાભવ પામેલો (હારેલો) તે રોહગુપ્ત રાજાવડે દેશબહાર મૂકાયો. અને નગરમાં ઉદ્ઘોષણા કરાઇ કે શ્રી વર્ધમાન જિનેશ્વર પ્રભુ જય પામે છે ॥ ૨૫૦૬ II તથા તે રોહગુપ્ત વડે અભિનિવેશ (અતિશય આગ્રહ)પૂર્વક પોતાની બુદ્ધિ પ્રમાણે પદાર્થોની કલ્પના કરીને વૈશેષિક મતની રચના કરાઈ જે મત અન્ય અન્ય શબ્દો વડે વિસ્તારિત કરાયો. ॥ ૨૫૦૭ II વિશેષિત :- ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય દ્વારા રાજ્યસભામાં હાર પામેલા તે રોહગુપ્તમુનિને રાજાવડે દેશપારનો હુકમ કરાયો. અને જોરદાર વાગતા એવા પડહ દ્વારા સમસ્ત નગરમાં ઉદ્ઘોષણા કરાઇ કે શ્રીમહાવીર પ્રભુ જય પામે છે.” “શ્રીમહાવીર પ્રભુજીનું શાસન જય પામે છે” તથા વાદમાં જિતાયેલા એવા તે રોહગુપ્તના માથા ઉપર શિષ્યના આવા બેકાબુ વર્તન વડે ઉગી બનેલા ગુરુજી વડે મોઢાના ગળફા નાખવાનું રાખ ભરેલું ચપ્પણીયું (કોડીયું) ફોડાવ્યું. તેથી રાખ વડે ખરડાયેલા શરીરવાળા એવા તેના વડે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy