SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ ૧૫૯ પ્રકૃતિરૂપે, (૨) અક્ષર સાથે (૩) નોકર સાથે (૪) નઝર સાથે. આમ ચારે પ્રકારે યાચના કરાએ છતે વ્યવહાર નયના મતે તે દેવ ઉપર સમજાવેલી વિધિ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુ આપે છે. કેમ ત્રણ પ્રકારે આપે છે ? આવો કોઈ પ્રશ્ન કરે તો આ નય કહે છે કે આ સર્વે પણ વસ્તુઓ સાવયવી છે. દેશભાગવાળી છે આ કારણથી જેમ પૃથ્વી. અપૃથ્વી હોય છે તેમ નોપૃથ્વી એટલે પૃથ્વીનો એક અંશ પણ હોય છે. આ જ રીતે જલાદિમાં પણ જલ-અજલ-નોજલ અને નોઅજલ એમ ચાર પ્રકાર થાય છે. આ કારણથી દેશના વિષયવાળો દાનનો ત્રીજો પ્રકાર પણ હોય છે. પરંતુ નિશ્ચયનયના મતે દેશ-શિવ્યવહાર ન હોવાથી આ જલાદિ સર્વે પણ પદાર્થો બે જ પ્રકારવાળા હોય છે જલ અને અજલ. તેજ અને અતેજ આ પ્રમાણે વસ્તુને સાવયવી માનો તો ત્રણ પ્રકાર હોવાથી વસ્તુ ત્રણ જાતની મનાય છે જેથી યથોક્ત રીતિને વ્યવહારનયથી દાન ત્રણ પ્રકારે સંભવી શકે છે પરંતુ નિશ્ચયનયથી બે પ્રકારે જ દાન હોય છે. આ વાત આગળની ગાથામાં સમજાવાય છે || ૨૫૦૩ || અવતરણ:- નિશ્ચયનયની દષ્ટિએ વસ્તુ નિરવયવી જ છે તેથી જીવ અને અજીવ એમ બે જ પ્રકારે દાન સંભવી શકે છે. પણ નોજીવ કે નોઅજીવ એવો ભેદ ઘટતો નથી. जीवमजीवं दाउं, नोजीवं जाइओ पुणरजीवं । देइ चरिमम्मि जीवं, न उ नोजीवं स जीवदलं ॥ २५०४ ॥ ગાથાર્થ :- દેવ જીવ અને અજીવ એ જ રાશિ આપવાને સમર્થ છે. ત્યારે નોજીવની યાચના કરીએ ત્યારે અજીવ જ આપે છે અને ચોથા ભાગોમાં નોઅજીવની યાચના કરીએ ત્યારે જીવ જ આપે છે માટે જીવનો ટુકડો તેનો જીવ છે. એમ આ નય માનતો નથી. આમ આ નયની દષ્ટિએ બે જ રાશિ સંભવે છે. તે ૨૫૦૪ || વિવેચન : - “નવં દિ" આમ માગે છતે તે દેવ શુક-સારિકાદિ (પોપટ-મેના વિગેરે) પક્ષીઓને આપે છે અને નવું રે આ પ્રમાણે તે દેવ પાસે માગણી કરાયે છતે અજીવ એવા પત્થરના ટુકડા આદિ વસ્તુ આપે છે અને જ્યારે “નોની ફેદિઆ પ્રમાણે નોજીવની યાચના કરવામાં આવે ત્યારે અજીવ એવા પત્થરના ટુકડા જ દેવ આપે છે. નોશબ્દ સર્વથા નિષેધવાચી હોવાથી. તથા ચરમ એવો ચોથો પ્રશ્ન કરાવે છતે નોમનવની યાચના કરાઈ ત્યારે શુકાદિ (પોપટ-મેના વિગેરે) જીવ જ આપે છે કારણ કે નિષેધ વાચક બે નગુ સાથે થાય તો મૂલભૂત પ્રકૃત અર્થ જ થાય છે કારણકે નોશબ્દ સર્વથા નિષેધવાચક છે. પરંતુ તે કુત્રિકાપણ નામની દુકાન ચલાવનારો દેવ નોજીવની યાચના કરી ત્યારે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy