SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઐરાશિકમત નિતવવાદ બન્ને ગાથાઓના અર્થ બહુ જ સુગમ છે. પરંતુ ૨૪૮૨મી ગાથાનો જે ઉત્તરાર્ધ છે તેનો અર્થ આવો ખોલવો કે “હું રાજસભામાં જાઉં અને આ રોગની સામે વાદ કરૂં. અને રાજસભામાં મારા વડે તે જિતાય. તો જગતના બધા જ લોકો જાણે કે આ રોહગુપ્ત ગુરુની સાથે તમારી સાથે)વાદમાં હાર્યો છે. મેં તેને જીત્યો છે. એટલે સર્વ ઠેકાણે તે અગ્રાહ્ય વચનવાળો બનશે. કોઈ તેની વાત બહું સાંભળશે નહીં. કોઈ તેની વાત જલ્દી માનશે નહીં. જેથી મિથ્યા પ્રરૂપણા થતી અટકશે. એમ સમજીને રાજયસભામાં રાજાની સમક્ષ વાદ કરવાનો મનમાં નિર્ણય કરે છે. ll૨૪૮૧-૨૪૮રા तो बलसिरिनिवपुरओ, वायं नाओवणीयमग्गाणं । कुणमाणाणमईया सीसाऽऽयरियाण छम्मासा ॥ २४८३ ॥ एक्को वि नावसिज्जइ जाहे, तो भणइ नरवई नाहं । सत्तो सोउं सीयंति, रज्जकज्जाणि मे भयवं ॥ २४८४ ॥ ગાથાર્થ - ત્યારે બલશ્રી નામના રાજાની સમક્ષ રાજ્યસભામાં જ વાદ ગોઠવાયો. ત્યારબાદ ન્યાય પૂર્વક જ રજુ કરાયો છે. માર્ગ જેના વડે એવા ગુરુ અને શિષ્યને રાજસભામાં વાદ કરતાં કરતાં છ માસ પસાર થયા, છતાં તે ગુરુ અને શિષ્ય આ બન્નેમાંથી જયારે એક પણ વિરામ પામતા નથી. ત્યારે રાજા તે બન્નેને રાજયસભામાં જ કહે છે કે “હું તમારો બન્નેનો વાદ સાંભળવાને શક્તિમાન નથી.” કારણ કે તે ભગવાન્ મારાં રાજયનાં બીજાં ઘણાં કાર્યો સીદાય છે. ૨૪૮૩-૨૪૮૪ - વિવેચન - રામોવીયમvi = વસ્તુનું યથાર્થ સંવેદન (જ્ઞાન) પ્રાપ્ત કરાય જેના વડે તે ન્યાય, પ્રાસંગિક પદાર્થની સિદ્ધિ કરનારૂં જે વાક્ય તે પ્રમાણ, જે પ્રમાણ રજુ કરવાથી સામે આવેલો સઘળો પણ તર્કનો માર્ગ સમાપ્તિને પામે તે ન્યાયોપનીમાર્ગ કહેવાય છે. આવા પ્રકારના તે રોહગુપ્તશિષ્ય અને ગુરુજી શ્રી શ્રીગુસૂરિજીને આ વાદ કરતાં કરતાં છ મહીના ગયા. ત્યારે રાજાએ કહ્યું કે, મારાં રાજયનાં બીજાં ઘણાં કામો સીદાય છે માટે તમારો બન્નેનો વાદ હું સાંભળવાને સમર્થ નથી. ત્યારે હવે આ ગુરુજી શ્રીગુપ્ત આચાર્ય શું કહે છે? તે હવે પછીની ગાથામાં આપણે સાંભળીએ ||૨૪૮૩-૨૪૮૪ | गुरुणाऽभिहिओ भवओ, सुणावणथमियमेत्तियं भणियं । जइ सि न सत्तो सोउं, तो निग्गिण्हामि णं कल्लं ॥ २४८५ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy