SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય ૧૦૧ તમે આવી મિથ્યા પ્રરૂપણા કેમ કરો છો ? કારણ કે આ જ ભૂમિ ઉપર સમવસરેલા શ્રીમદ્ વર્ધમાનસ્વામી વડે એકકાળે એક જ ક્રિયાનું વેદન હોય આવી પ્રરૂપણા કરાઇ છે. તે વાત અહીં રહેલા મારા વડે બરાબર સંભળાઈ છે. તો શું તમે તેમનાથી પણ અધિક શક્તિવાળા પ્રરૂપક છો ? કે જેથી આ પ્રમાણે એકીસાથે બે ક્રિયા હોય આવું ક્રિયાદ્બયનું સંવેદન લોકોને જણાવો છો ? તેથી આ ખોટી પ્રરૂપણાનો ત્યાગ કરો.જો તમે આ ખોટી પ્રરૂપણાને નહીં છોડો તો હું તમને મારી નાખીશ. આ પ્રમાણે તે મણિનાગ વડે કહેવાયેલાં ભય ઉત્પન્ન કરે તેવાં વાક્યો તથા યુક્તિ પૂર્વક સમજાવી શકાય તેવાં વાક્યો વડે આ આર્યગંગને ઘણા ઘણા સમજાવવા પ્રયત્ન કર્યો. ત્યારે આ આર્યગંગાચાર્ય કંઇક સમજ્યા. આ આચાર્ય પ્રતિબોધ પામ્યા.મિચ્છામિ દુક્કડં આપીને ગુરુજીના ચરણકમલમાં જઇને પોતાની ભૂલનું પ્રતિક્રમણ કર્યું ॥ ૨૪૨૫ ॥ અવતરણ :- અન્ન મામ્ = હવે ઉપરોક્ત નિયુક્તિની ગાથા ઉપર ભાષ્યકાર મહાત્મા સમજાવે છે ઃ नइमुल्लुगमुत्तरओ सरए सीयजलमज्जगंगस्स । सुराभितत्तसिरसो, सीओसिण वेयणोभयओ ॥ २४२६ ॥ लग्गोऽयमसग्गाहो, जुगवं उभयकिरिओवओगो त्ति । जं दोवि समयमेव य सीओसिणवेयणाओ मे ॥ २४२७ ॥ ગાથાર્થ :- બન્ને ગાથાઓના અર્થ ઉપર કહ્યા પ્રમાણે સમજાવાઈ ગયા છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે. શીતળ જળ વાળી એવી ઉલ્લુકા નદીને ઉતરતાં શરદ ઋતુમાં સૂર્યથી તપેલું છે મસ્તક જેનું એવા શ્રીઆર્યગંગને શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને પણ વેદનાઓ એકીસાથે થઈ. II૨૪૨૬॥ આ અવસરે આવા પ્રકારનો ખોટો આગ્રહ લાગ્યો કે એકી સાથે બે ક્રિયાનો ઉપયોગ પણ જીવને થાય છે. કારણ કે મને જ શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને ક્રિયાઓનો સાથે જ અનુભવ થાય છે. ૨૪૨૭ I વિવેચન :- આ બંન્ને ગાથાઓનો ભાવાર્થ લગભગ સમજાવાઇ ગયો છે. ઉલ્લુકા નદીને ઉતરતાં આર્યગંગ નામના આચાર્યમહારાજશ્રીને નીચે પગના તળીયા વિગેરે ભાગોમાં નદીના શીતળ જળના સંયોગના કારણે શીતળતાનો અનુભવ થાય છે. અને
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy