SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કિયાદ્રયવાદ નિહ્નવવાદ ઉલ્લકાતીર નામનું ગામ હતું અન્ય આચાર્યો કહે છે કે આ જ ઉલ્લકાતીર નામનું જે ગામ છે તે જ ધુળોના ઢગલાઓથી વીંટળાયેલું હોવાથી ખેટસ્થાન કહેવાતું હતું. ત્યાં પૂજય આર્યમહાગીરિજીના શિષ્ય ધનગુપ્તસૂરિજી નામના મહાત્મા થયા હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ નામના આચાર્ય ત્યાં હતા આ આચાર્ય ઉલુકા નદીના પૂર્વદિશાના કિનારા ઉપર હતા. અને તેમના આચાર્ય (ધનગુપ્તસૂરિજી) નદીના પશ્ચિમ કિનારા ઉપર હતા. તે કારણથી એક કાળે શરદઋતુના સમયે સૂરિજીને (ધનગુપ્તસૂરિજીને). વંદન કરવા માટે જતા એવા આર્યગંગ નામના મુનિ નદીને પસાર કરતા હતા. તે આચાર્ય મહારાજાએ માથા ઉપરના કેશનો લોચ કરેલ હોવાથી ટાલવાળા હતા. તેથી તેમની માથાની આ ટાલ, ઉપર પડતી સૂર્યની ઉષ્ણતાદ્વારા બળે છે. અને તેમના શરીરનો નીચેના પગનો ભાગ નદીના શીતળ પાણી વડે શીતળતાને અનુભવે છે. તેથી આવા અવસરે કેમે કરીને મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થવાથી આ મહાત્મા આવા પ્રકારના વિચારે ચઢ્યા : || અહો સિદ્ધાન્તમાં એક સાથે બે ક્રિયાના અનુભવનો નિષેધ કરેલો છે. પરંતુ હું તો એક જ સમયમાં શીતળતા અને ઉષ્ણતા આમ બન્ને ક્રિયાને અનુભવું છું. આ કારણથી મને પોતાને બન્ને ક્રિયાઓનો એકસાથે અનુભવ થાય છે. તેથી “ભગવાનનું એકી સાથે એક સમયમાં બે ક્રિયાઓનો અનુભવ ન હોય” આવું વચન અનુભવથી વિરૂદ્ધ છે. તેથી આગમમાં કહેલું આ વચન શોભાને પામતું નથી. અર્થાત્ નિર્દોષ નથી પણ દોષિત છે. આવો મનમાં પાકો વિચાર કરીને ગુરુજીને કહ્યો. ત્યારે ગુરુજી વડે હવે કહેવાતી યુક્તિઓથી તેઓને સમજાવવા ઘણો પ્રયત્ન કરાયો. પરંતુ આ આર્યગંગસૂરિજી પોતાના આગ્રહમાં બંધાયેલી બુદ્ધિ વાળા હોવાથી ગુરુજીનું કંઈ પણ વચન જ્યારે સ્વીકારતા નથી. ત્યારે સમુદાયમાંથી દૂર કરીને સમુદાય બહાર કરાયા. સમુદાય બહાર કરાયેલા તે મુનિ વિચરતા વિચરતા રાજગૃહ નામના નગરમાં આવ્યા. તે નગરમાં “મહાતપસ્વીર” એ નામના પ્રશ્નવણમાં (કોઈ એક સ્થાનમાં). મણિનાગ નામનું નાગનું એક ચૈત્ય હતું. તેની સમીપમાં ઉતર્યા. અને ત્યાં રહેલા આર્યગંગમુનિ સભાસમક્ષ એકી સાથે બે ક્રિયાઓના વેદનની (પોતાના અનુભવ પ્રમાણે). જોરશોરથી પ્રરૂપણા કરવા લાગ્યા. તે સાંભળીને ત્યાં રહેલો મણિનાગ કોપાયમાન થયો. અને તે આર્યગંગ નામના આચાર્યને કહેવા લાગ્યો કે “અરે દુષ્ટ શિક્ષક! ખોટુ ખોટુ સમજાવનારા છે આર્યગંગસૂરિજી! ૨. છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy