SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરમાત્માના જણાવેલા વીતરાગધર્મ ઉપર વિશેષ વિશેષ શ્રદ્ધાવાળો જે આત્મપરિણામ તે સ્થાનક સમજવું. જ્યાં ઉભા રહેવાય=સ્થિર થવાય તે સ્થાનક કહેવાય છે. આ રીતે દર્શનમોહનીયકર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી અથવા ઉપશમથી વીતરાગ પરમાત્મા પ્રત્યે અને તેઓએ જણાવેલાં તત્ત્વો પ્રત્યે વિશિષ્ટ વિશિષ્ટ શ્રદ્ધાયુક્ત જે આત્મપરિણામ થાય છે તેને જ સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વ એ એક પ્રકારનો આત્માનો ગુણ છે તે મિથ્યાત્વમોહથી અવરાયેલો છે અને મિથ્યાત્વમોહના ક્ષયથી ઉપશમથી અને ક્ષયોપશમથી આ સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે તેથી સમ્યકત્વના ત્રણ પ્રકાર છે. કાળાન્તરે આ જીવ અવશ્ય ઉર્ધ્વરોહણ કરે કલ્યાણ પામે એવા પ્રકારનાં ઉભા રહેવાનાં જે ઠેકાણાં તેને સ્થાન કહેવાય છે. સમ્યકત્વ પ્રગટ થાય ત્યારે આવા પ્રકારનાં ૬ સ્થાનો (૬ ગુણો) આ જીવમાં પ્રગટ થાય છે તેથી તે છ ગુણોને જ છ સ્થાનો કહેવાય છે, જે હવે સમજાવાય છે. તેરા અવતરણ - હવે તે ૬ સ્થાન જણાવાય છે. અસ્થિ જિઓ ૧ તહ સિચ્ચો ૨, કત્તા ૩ ભુરા ૪ સપુણણ-પાવાણું ! અત્યિ ઘુવં નિવ્વાણ, તસ્સોવાઓ ચ છ ઠ્ઠાણા ફા ગાથાર્થ - જીવ છે ૧, તે જીવ નિત્ય છે , તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્યા છે ૩, તે જ જીવ પોતાના પુણ્ય-પાપનો ભોક્તા છે ૪, નિર્વાણ (અર્થાત-મોક્ષ) અવશ્ય છે જ છે, તથા તેનો (એટલે કે મોક્ષનો) ઉપાય પણ અવશ્ય છે ૬, સમ્યક્ત્વગુણનાં આ છ સ્થાનો જાણવાં. /all
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy