SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરામાન્ય સર્વજ્ઞત્વને તર્કપુરસર સ્થાપે છે. જૈન પરંપરા મીમાંસકસંમત અસર્વજ્ઞત્વ યા અપૌરુષત્વને તો માનતી જ નથી, અને સર્વજ્ઞત્વને માનવા છતાં તેને અર્થ એવો ઘટાવે છે કે જે જ્ઞાન ત્રિકાલિક સમગ્ર વિશેષને એના સામાન્ય સાથે સાક્ષાત્કાર કરી શકે તે જ સર્વજ્ઞત્વ. સાથે જ જિન પરંપરા એવું સર્વજ્ઞત્વ, ઋષભ, મહાવીર આદિ પુરુષોમાં મર્યાદિત કરે છે અને કહે છે કે તેવું સર્વજ્ઞત્વ કપિલ, સુગત આદિ અન્ય પ્રવર્તકોમાં નથી. આ પરંપરાગત માન્યતા આગમકાળથી જ ચાલુ છે અને તેનું સમર્થન તાર્કિક સિદ્ધસેન, સમંતભદ્ર, અકલંક આદિ આચાર્યોએ બહુ ભારપૂર્વક કર્યું છે. એ જ પ્રથાને અનુસરી આ. હરિભદ્ર ધર્મસંગ્રહણ આદિમાં સર્વજ્ઞત્વનું સ્થાપન, તેનું સ્વરૂપ અને તેનું મહાવીર આદિમાં મર્યાદિતપણું તર્કથી સવિસ્તર સ્થાપ્યું છે, અને સાથે જ સ્પષ્ટ કહ્યું છે કે તેવું સર્વજ્ઞત્વ જિન વિના બીજામાં નથી ઘટતું. તાર્કિક પરંપરાની દૃષ્ટિએ આવી સ્થાપના કર્યા છતાં જ્યારે તેઓ યોગસાધનાનું નિરૂપણ કરે છે ત્યારે તેમનું માનસ કઈ વિશિષ્ટ યોગભૂમિકાને અવલંબી તેને સંગત હોય એવો સ્પષ્ટ વિચાર નિર્ભયપણે રજૂ કરે છે. તેઓ સર્વજ્ઞત્વને મુદ્દો લઈને જ સંપ્રદાય અને પરંપરાથી ઉપર જઈ કહે છે કે નિર્વાણ તત્વને અનુભવનાર જે કઈ હોય તે બધા સર્વજ્ઞ જ છે. એના વિશેષને નિર્ણય શક્ય નથી, ઇત્યાદિ (પા. ૬૨-૬૩). એ જ રીતે તેઓ અનેકાંત જયપતાકા જેવા વાદગ્રંથ રચે છે ત્યારે સ્વ-પર દર્શનના સંખ્યાબંધ ગ્રંથને આધારે જ ઊંડી મીમાંસા કરે છે, પરંતુ જ્યારે તેઓ સાધનાની ભૂમિકાને અવલંબે છે ત્યારે તેઓ એવા વાદોની નિઃસારતા સબળપણે દર્શાવે છે. તેઓ કહે છે, “વાદ અને પ્રતિવાદો અનિશ્ચિત હાઈ ફાવે તે રીતે મૂકી શકાય છે. એવા વાદ દ્વારા તત્ત્વ-અંતિમ સત્યને પાર પામી ન શકાય, માત્ર ઘાણીના બળદની પેઠે ભ્રમણ
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy