SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ६३ ૐાત તે! આટલા સમય સુધીમાં પ્રાજ્ઞાએ તે વિષયમાં જરૂર નિશ્ચય કર્યાં હૈાત. માટે આવા વિષયમાં શુષ્ક તર્ક ત્યાજ્ય છે ( ક્ષેા. ૧૦૩ થી ૧૦૯ અને ૧૩૪ થી ૧૪૭). નિર્વાણુ નામનું પરમ તત્ત્વ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા જેવાં જુદાં જુદાં નામેાથી એળખાવા છતાં તત્ત્વથી નિરામય, નિરાબાધ અને જન્મમરણુ આદિ રહિત એવું એકસ્વરૂપ જ છે (૧૨૯ થી ૧૩૨).૧ યેાગશતકમાં પણુ આ. હરિભદ્રે એ સ્થળે સમન્વય કરવા પ્રયત્ન કર્યાં છે. એક તે ભિન્ન ભિન્ન દર્શનસ‘મત યાગની વ્યાખ્યા કઈ રીતે એક જ વસ્તુની દ્યોતક છે તે તેએ દર્શાવે છે (ગા. ૨૨) અને અંતમાં જનસંમત કાયિકક્રિયા ને ભાવક્રિયા વચ્ચેનું અંતર ખૌદ્ધ પરંપરાના તેવા વિચાર સાથે કઈ રીતે મળતું છે તે ગાથા ૨૬-૮૮ માં દર્શાવે છે. આ બંને બાબતે અમે તે તે ગાથાની સમજૂતીમાં સ્પષ્ટ કરી છે. તત્ત્વચિંતન અને આચારને, ખાસ કરી યાગાચારને, લગતા ગણ્યાગાંઠયા ગ્રંથાના અહીં લગી કરેલા સંક્ષિપ્ત આ. હરિભદ્રને માનસ- અવલાકન પરથી આ. હરિભદ્રનું માનસ વિકાસ ઉત્તરાત્તર કેવું વિકાસગામી રહ્યું છે અને એ વિકાસ તેમની વિશિષ્ટ યાગભૂમિકામાં કેવી રીતે પવસાન પામે છે તેના સ્પષ્ટ પરિચય મળે છે. અહીં ઉપસ હારમાં તે વિકાસના બે દાખલા ટાંકીએ તે તે અસ્થાને નહિ લેખાય. પહેલા દાખલા સવજ્ઞત્વના ને ખીજો વાદકથાની નિરર્થકતાના છે. આ. હરિભદ્રે જયારે ‘ધ સંગ્રહણી’ અને ‘સર્વજ્ઞસિદ્ધિ' જેવા ગ્રંથા રચ્યા ત્યારે તેમની વિચારસરણી પરંપરાપ્રાપ્ત દાર્શનિક માન્યતાને તર્ક પુરર સ્થાપવાની હાઈ તે પ્રમાણે તે જૈન૧. જુએ આ જ ભાવ માટે ખાડશક ૧૫, ૧૬.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy