SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમણે ચારેચાર અનુગવિષયક ગ્રંથો લખ્યા છે. દા. ત. ધર્મસંગ્રહણ, ષદર્શનસમુચ્ચય આદિ દ્રવ્યાનુયોગવિષયક ક્ષેત્રસમાસવૃત્તિ આદિ ગણિતાનુયોગવિષયક; પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, ઉપદેશપદ, સંધપ્રકરણ આદિ ચરણકરણાનુયોગવિષયક અને સમરાઇઍકહા, ધૂખ્યાન, કથાકેશ, વગેરે ધર્મકથાનુયોગવિષયક. ઉપરાંત અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ન્યાયપ્રવેશવૃત્તિ જેવા ગ્રંથો તેમની ન્યાયવિષયક પ્રતિભા ને અભ્યાસને સચોટ ખ્યાલ આપવા પૂરતા છે. અનેક યોગશાસ્ત્રોના દેહનરૂપ તેમજ જૈન યોગસાહિત્યમાં એક નવો જ ચીલે. પાડનાર તેમના યોગવિષયક ગ્રંથો (યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય આદિ) વિષયવૈવિધ્યમાં ઉમેરે કરે છે. શ્રી હરિભદ્રના ગ્રંથની યાદી અનેક લેખકોએ આપી છે, પરંતુ તે બધી સંપૂર્ણ પણે એકબીજાને મળતી આવતી નથી. શ્રી હરિભદ્રના પિતાના ગ્રંથમાં આવેલા ઉલેખોને આધારે, અન્ય ગ્રંથકારોએ કરેલા હરિભદ્રીય ગ્રંથના ઉલ્લેખોને આધારે તેમજ વેબર, પિટર્સન, ભાંડારકર વગેરેની ને અને બીજાં ડે. યાકોબીના મત અનુસાર આ પરંપરાગત કથન અતિશકિત ભરેલું હોય અથવા એમ માનવું જોઈએ કે પ્રકરણ એ પદ્ધતિસર તૈયાર કરેલ જુદે ગ્રંથ ન હોય, પરંતુ પંચાશકનાં ૫૦ પ્રકરણો, અષ્ટકનાં ૩૨, પડશકનાં ૧૬ વગેરે એવા મર્યાદિત અર્થમાં એ સંખ્યાને ઉપયોગ થયો હોય. જુઓ સમરાઇશ્ચકહાની પ્રસ્તાવના પા. ૧૧. . ૧. શ્રી મણિલાલ નભુભાઇએ ધર્મબિંદુના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં, પં. હરગોવિંદદાસે હરિભદ્રના સંસ્કૃત જીવનચરિત્રમાં, શ્રી કલ્યાણવિજયજીએ ધર્મસંગ્રહણની સંસ્કૃત પ્રસ્તાવનામાં, પં. બેચરદાસે જૈનદર્શન'ની પ્રસ્તાવનામાં, શ્રી મોહનલાલ દેસાઈ એ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં, શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંત જયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના (ભા. ૧-૨)માં આ. હરિભદ્રના ગ્રંથોની યાદી આપેલી છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy