SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તોડમાં બૌદ્ધ મતનું પ્રાબલ્ય હતું, તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા અને એ જ કારણથી તે બન્ને શિષ્યોને બૌદ્ધોએ એકાંતમાં મારી નાખ્યા. આની ખબર પડતાં શ્રી હરિભદ્ર અનશન કરવાનો નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોકવામાં આવ્યા. છેવટે ગ્રંથરાશિને જ પોતાની શિષ્યસંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમી થયા.” શ્રી કલ્યાણવિજયજીના મત અનુસાર કહાવલીનું ઉપરનું લખાણ વધુ પ્રાચીન ને પ્રામાણિક છે, કેમકે હંસ ને પરમહંસ જેવાં નામે જિન શ્રમણામાં પ્રચલિત નથી; એ નામે કદિપત હેવી જોઈએ અને નહિ તો ઉપનામ હેઈ શકે, પણ આવાં મૂળ નામો હોવાં સંભવતાં નથી.૧ અમને પણ કહાવલીને ઉલ્લેખ વધારે વજનદાર લાગે છે. શ્રી હરિભદ્રના ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. પૂર્વ પરંપરા પ્રમાણે તેઓ ૧૪૦૦, ૧૪૪૦ અથવા ૧૪૪૪ પ્રકરણોના કર્તા | મનાય છે. શ્રી હરિભદ્ર પ્રાકત ને સંસ્કૃત કૃતિઓ બન્ને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બન્ને શિલીમાં લખ્યું છે. તેઓએ માત્ર અનેક ગ્રંથે જ નથી લખ્યા, પરંતુ અનેકવિધ વિષયો પણ મૌલિક રીતે સ્પર્યા ૧. જઓ પ્રભાવક્યરિતની પ્રસ્તાવના પા. પ૩. ૨. આમાં ૧૪૦૦ ની પર પરા જૂની છે અને એને નિર્દેશ સૌ પ્રથમ મુનિચંદ્રસૂરિએ (વિ. સં. ૧૧૭૪) ઉપદેશપદની ટીકામાં કર્યો છે. આ સિવાયના ઉલેખે માટે જ ઓ પં. બેચરદાસ કૃત જૈનદર્શન’ની પ્રસ્તાવના પા. ૪-૭. શ્રી રાજશેખરસૂરિ પિતાના પ્રબંધકોશ'માં શ્રી હરિભદ્રના ૧૪૪૦ ગ્રંથો લેવાનું જણાવે છે. ૧૫મા સિકાના શ્રી રત્નશેખરસૂરિ પોતાના “શ્રાદ્ધપ્રતિકમણુર્થદીપિકા'માં શ્રી હરિભદ્રના ૧૪૪૪ ગ્રંથ હોવાનું સૂચવે છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy