SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા. પેાતાને મારી નાંખવાના ખૌદ્ધોના વિચાર જણાતાં તેઓએ તે સ્થળના ત્યાગ કર્યાં. પાછળ બૌદ્ધ રાજાનું લશ્કર આવ્યું. હંસ લડતાં લડતાં મરાયેા. પરમહ ́સ પાસેના નગરના રાજા સુરપાલની સહાયતાથી ગુરુ પાસે પહેાંચ્યા ને સર્વ વાત કહી સ્વ`સ્થ થયા.૧ શ્રી હરિભદ્ર કુપિત થયા. તેઓએ બૌદ્ધો સાથે શાસ્ત્રા કર્યાં. ‘ જે હારે તે ધગધગતા કડાયામાં પડે’ એ શરત હતી. બૌદ્ધાચાર્યો હારતાં ખળતા તેલમાં ડૅામાયા. શ્રી હરિભદ્રના ગુરુને ખખર પડતાં કાપની પ્રશાંતિ માટે તેમણે ત્રણ ગાથાએ લખી માકલી. • શ્રી હરિભદ્રને પશ્ચાત્તાપ થયેા. આ ત્રણ ગાથાએ પરથી તેએએ સમરાદિત્યકથા પ્રાકૃતમાં રચી હાવાનું કહેવાય છે. તેઓએ ૧૪૪૦ કે ૧૪૪૪ બૌદ્ધોને સહારવાના સંકલ્પ કર્યાં હાવાથી તેના પ્રાયશ્ચિત્ત લેખે તેઓએ તેટલા ગ્રંથા ચ્યા હાવાનું મનાય છે,૨ ૧. લગભગ આવી જ કથા આપણને પ્રસિદ્ધ દિગમ્બર વિદ્વાન અકલ કના સબંધમાં મળે છે. અકલ' અને તેમના નાનાભાઈ નિકલ ક છૂપી રીતે બૌદ્ધ મઠમાં વિદ્યાધ્યયન કરવા જાય છે. પકડાઈ જતાં બંનેને કારાગારમાં નાખવામાં આવે છે. ત્યાંથી રાત્રિએ તે આત્મરક્ષા માટે ભાગી જાય છે. તેઓને પકડવા ધાડેસવારેા પાછળ પડે છે. અકલાક જિનશાસનના પ્રચારના ઉદ્દેશ પેાતાના વિદ્યામળે સિદ્ધ કરી શકશે એમ માની નિકલ’ક તેમને એક તળાવમાં છુપાઈ જવા કહે છે ને પેાતે સૈનિકા વડે ભરાય છે. સૈનિકાના ગયા માર્દ્ર અકલ' બહાર આવે છે—આ પ્રકારની કથા ચાલી આવે છે, જો કે અકલ'ક પેાતે ક્યાંય પેાતાના ભાઈ નિકલંકના ઉલ્લેખ કરતા નથી. આ કથાની ઐતિહાસિકતા માખત તેમજ હ'સ-પરમહંસની કથા પર એના પ્રભાવ વિશે વિસ્તૃત ચર્ચા શ્રી. કૈલાસચ'દ્ર શાસ્ત્રીએ કરી છે. (જુએ ન્યાયકુમુદચંદ્ર-સાગ ૧, પા. ૩૦ થી ૩૫.) ૨. આવી જ આખ્યાયિકા થાડા ફેરફાર સાથે રાજશેખરના પ્રબન્ધકાશ'માં ઉલ્લિખિત છે. યાકાખી લખે છે કે આ કિ’વદન્તીમાં ક'ઈક તથ્ય હાઈ શકે, પર`તુ ઝીણવટથી જોનાર અભ્યાસી તેને હરિભદ્રના જીવનના ઐતિહાસિક બનાવ તરીકે નહું સ્વીકારે. ( સમરાઇચૂકહાની અંગ્રેજી પ્રસ્તાવના પા. ૧૭ અને ગુજરાતી અનુવાદ પા. ૨૯૪.)
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy