SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કાલીન ગ્રંથોમાં ઉપલબ્ધ છે, જેમાંની કેટલીક ઐતિહાસિક હેવાને સંભવ છે: ૧. આ. હરિભદ્રના ઉપદેશપદની મુનિચંદ્રની ટીકાના (વિ. સં. ૧૧૭૪, ઈ. સ. ૧૧૧૮) અંત ભાગ. મુદ્રિત. ૨, જિનદત્તકૃત ગણધરસાર્ધશતક (વિ. સં. ૧૧૬૯–૧૨૧૧ ઈ. સ. ૧૧૧૨–૧૧૫૪). મુદ્રિત. ૩. પ્રભાચંદ્રકૃત પ્રભાવચરિત, નવમે શંગ (વિ. સં. ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮). મુદ્રિત. ૪. રાજશેખરને પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૫, ઈ. સ. ૧૩૪૯). મુદ્રિત. ૫. સુમતિગણિની ગણધરસાર્ધશતકની વૃત્તિ (વિ. સં. ૧૨૫ ઈ. સ. ૧૨૩૯). અમુદ્રિત. ઉપર ૧, ૩, ૪, ૫ માં જણાવ્યા મુજબ આ. હરિભદ્રનું જન્મસ્થાન ચિત્રકૂટ એટલે હાલનું ચિત્તોડ હતું. પિતે દીક્ષા લીધી ત્યાંસુધી આ. હરિભદ્ર ઘણું કરી ચિત્તોડમાં હતા, પરંતુ ત્યાર પછી સાધુ તરીકેનું એમનું ઘણુંખરું જીવન રજપૂતાનાનાં આસપાસનાં સ્થળોમાં અને ગુજરાતના પ્રદેશમાં પસાર થયું હોય એમ લાગે છે, કેમકે એ પ્રદેશમાં વસતા ઉદ્યોતનસૂરિના તેઓ ગુરુ થતા હતા. ૧. આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થતી બધી વિગતેને પં. હરગોવિંદદાસે હરિભદ્રસૂરિચરિત્ર” (સંસ્કૃત)માં, શ્રી કલ્યાણવિજયજીએ ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવનામાં, શ્રી જિનવિજયજીએ હરિભદ્રસૂરિકા સમયનિર્ણય” નામના લેખમાં તેમજ યાકોબીએ સમરાઈશ્ચકહાની પ્રસ્તાવનામાં વિસ્તારથી ચચી છે. આ ઉપરાંત પં. બેચરદાસે “જૈનદર્શનની પ્રસ્તાવનામાં (ગુજરાતી, અને શ્રી. મેહનલાલ દેસાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં (પા. ૧૫૫થી) આ. હરિભદ્રની જીવનરેખા આલેખી છે. આ બધામાંથી આવશ્યક નિષ્કર્ષ અહીં આપવામાં આવ્યા છે. ૨, જુઓ યાકોબીની સમરાઈશ્ચકહાની અંગ્રેજી પ્રરતાવના પા. ૬. આને ગુજરાતી અનુવાદ “જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩માં કરવામાં આવ્યો છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy