SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ માથા પર કાંઈક ઉપરચોટિયા યા કાંઈક બહિર્લક્ષી ભાસે છે. તે ઉપરથી તે તે ઉપાયના અધિકારીઓની કક્ષાને તોલ બાંધીએ તે જ ચરમપ્રવૃત્ત અને નવરપ્રવૃત્ત એ બે શબ્દનો અર્થ કરવાનું સહેલું પડે. સૂક્ષ્મ કોટિના અને અન્તર્લક્ષી ઉપાયોના અધિકારી યોગીઓ ઉચ્ચ કક્ષાના હોય તે સ્વાભાવિક છે. તેથી ચરમપ્રવૃત્તયેગી એટલે સૂક્ષ્મ કોટિના અને ઊર્ધ્વગામી યોગીઓ એ અર્થ સહેજે ફલિત થાય છે, પણ એવા ઊર્ધ્વગામીઓ અત્રે કયા સમજવા એ પ્રશ્ન તો રહે જ છે. જો કે ગાથામાં એને ખુલાસે નથી તો પણ યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પંચાશક આદિ તથા પાતંજલ યોગસૂત્ર જેવા ગ્રંથોના સંદર્ભને આધારે વિચાર કરતાં એમ લાગે છે કે ચરમપ્રવૃત્તયોગી શબ્દથી અપુનર્બલ્પક સિવાયના ત્રણે યોગાધિકારીઓ સમજવા, તેમાંય વિશેષે કરી દેશવિરતિ અને સર્વ વિરતિ. એ બન્નેમાં પણ વિશેષરૂપે સર્વવિરતિને લઈએ તો ચરમ વિશેષણ વધારે સાર્થક બને છે. યોગબિંદુ (ક ૩૮૦ થી ૪૦૪)માં અધ્યાત્મયોગની શરૂઆત દેશવિરતિથી દર્શાવાઈ છે. એ જ અધ્યાત્મનિરૂપણમાં અહીં ગાથા ૩૯ થી વર્ણવાયેલો વિષયકમ આવે છે. યોગદષ્ટિસમુચ્ચય (લે. ૨૧૨)માં કુલચક અને પ્રવૃત્તચક એવા બે અધિકારી – યોગીઓ પૈકી પ્રવૃત્તચક યોગીનાં લક્ષણમાં જે “પ્રવૃત્તચક પદ છે તે પણ આ સ્થળે ચરમપ્રવૃત્ત-ગીનો અર્થ કરવામાં કાંઈક સૂચક છે. પાતંજલ યોગસૂત્ર(૧,૨૮-૨૯)ના વિજ્ઞાનભિક્ષુકૃત વાર્તિકમાં અનેક પ્રકારના યોગીઓ દર્શાવતાં ઉત્તમ કોટિના થેગી માટે ચરમ વિશેષણ વાપરેલું છે. ચરમયથાપ્રવૃત્તકરણ, ચરમાવર્ત, ચરમદેહ ઇત્યાદિ પ્રયોગમાં આવતું “ચરમપદ તે તે વસ્તુના વર્ગમાં આવતું અંતિમ દરજ્જો સૂચવે છે. તેથી આ સ્થળે ચરમપ્રવૃત્તની એટલે વિરતિવાળો કે સર્વવિરતિવાળા ગી એ અર્થ કરીએ તો તે સુક્ષ્મ કોટિના અને અન્તર્લક્ષી ઉપાયના સંદર્ભમાં બંધબેસતું લાગે છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy