SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગશક હોય તેવા ઉત્તર – શ્રેષ્ઠ ગુણો પ્રત્યે આદર ધરાવ, તેમજ સંસારનું યથાવત્ અનેક રીતે ચિંતન કર્યા કરવું. એટલું જ નહિ, પણ કયારેક પ્રાપ્ત કરેલા ગુણોમાં અરતિ, કંટાળો કે ખેદ ઊપજે તે તેને નિવારવા ઘટત પ્રયત્ન કર. અરતિ નિવારવાના ઉપાયો अकुसलकम्मोदयपुव्वरूवमेसा जओ समक्खाया। सो पुण उवायसझो पाएण भयाइसु पसिद्धो ॥ ४६॥ ત્ર છે. આવાં અણુવ્રત અને મહાવતે મૂળ ગુણ કહેવાય છે. તેનું કારણ એ છે કે જીવનની શુદ્ધિ અને વિકાસમાં એ ગુણે પાયારૂપ છે. અણુવ્રતને પાળવામાં ઉપકારક થાય એવાં અન્ય સાત વ્રત જન પરંપરામાં જાણતાં છે. ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત એ સાત ગૃહસ્થના ઉત્તરગુણ છે. (ગુણવ્રત તેમજ શિક્ષાવ્રત માટે જુઓ તત્વાર્થ ૭, ૧૧ અને તેનું વિવેચન) એ જ રીતે પાંચ મહાવ્રત આદિ ચરણસિત્તરિના મૂળ ગુણને સાચવવા ને પોષવામાં સહાયક થનાર કરણસિત્તરિ રૂપે ગણવેલા સિત્તેર નિયમો ત્યાગીના ઉત્તરગુણ કહેવાય છે. वय ५ समणधम्भ १० संजम १७ वेयावच्चं १० च बंभगुत्तीओ ९। नाणाइतियं ३ तव १२ कोहनिम्गहाई ४ चरणमेयं ॥ १ ॥ पिंडविसोही ४ समिई ५ भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५। पडिलेहण २५ गुत्तीओ ३ अभिागहा ४ चेव करणं तु ॥ २ ॥ (ઘનિર્યુક્તિ ભાગ્ય પા. ૫-૬.) પાંચ વ્રત, દશ શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશ પ્રકારે વૈયાવૃ, નવ બ્રહ્મગુપ્તિ, જ્ઞાન આદિ ત્રણ, બાર પ્રકારે તપ અને ચાર પ્રકારે ક્રોધ આદિ નિગ્રહ – આ સર્વે ચરણસિત્તરિ (સિત્તર મૂળ-ગુણો) કહેવાય છે. (૧) ચાર પ્રકારે પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ પ્રકારે ઇન્દ્રિયનિરોધ, પચીસ પ્રકારે પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારે અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ – આ સર્વે કરણસિત્તરિ (સિર ઉત્તરગુણ) કહેવાય છે. (૨)
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy