________________
શ્રીકરગડ નામના મુનિની કથા
(૮૫) રાફડાની આગળ આવી સને આકર્ષણ કરનાર મંત્ર ભણવા લાગ્યા પછી મંત્રના ભણવાથી અત્યંત વિહવળ થએલો સર્પ રાફડામાં રહેવાને અશક્ત થયે તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “ અહા ! હારું સર્વે કરેલું અશુભ કર્મ ઉ. દય આવ્યું છે તે પણ હે જીવ! ત્યારે કિંચિત્ માત્ર પણ ઉગ કર નહીં. મહારે તે શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ, પવિત્ર સાધુઓ અને શ્રી જિનેશ્વરપ્રણીત ધર્મ એ નિરંતર શરણરૂપ છે. હું સર્વે ને ખમાવું છું અને તેઓ સર્વે મહારા ઉ. પર ક્ષમા કરો હારે તે સર્વ જી સાથે નિરંતર મૈત્રી હજે પણ વૈર હશે નહિ” આ પ્રમાણે આરાધના કરીને પછી ગ્રહણ કર્યું છે અનશન જેણે એ તે ઉત્તમ બુદ્ધિવાળો “હારી વિષમય દ્રષ્ટિથી આ દીન પુરૂ શીધ્ર ન મૃત્યુ પામે.” એમ વિચાર કરવા લાગ્યો. પછી પવિત્ર આત્માવાળે તે ક્ષેપક સર્ષ મનમાં પરમેષ્ઠિ નવ કાર મંત્રનું સમરણ કરતો છતે બહુ દયાથી અવળું મુખ રાખી રાફડામાંથી બહાર નિકળે એટલે પેલા નિર્દય પાપી પુરૂષ તેને છેદી છેદીને રાજા પાસે લઈ ગયા. આ વખતે નગરદેવતાએ આકાશવાણીથી રાજાને કહ્યું કે “હે નરેદ્ર! તું સર્પોને નહિ માર કારણ ત્યારે એક પુત્ર થશે.” નાગદેવતાનાં આવાં વચન સાંભળી કુંભરાજાએ તુરત પડહ વગડાવી નગરવાસી લેકેને સપને ઘાત કરતા અટકાવ્યા.
હવે પેલે શપક સર્ષ શુભ થાન યોગથી મૃત્યુ પામીને તે જ વખતે કુંભ રાજાની પટ્ટરાણીના ગર્ભને વિષે અવતર્યો. પૂર્ણ સમયે રાણીએ એક પુત્રને જન્મ આપે જેથી કુંભ ભૂપતિએ પૂત્ર જન્મના અનેક મહત્સવે કરાવ્યા. નામ પાડવાને વખતે પણ નાના પ્રકારના મહોત્સવોથી રાજાએ તેનું નાગદત્ત એવું યથાર્થ પ્રગટ નામ પાડયું. અનુક્રમે પાંચ ધાવ માતાએથી લાડ લડાવાતે તે પુત્ર વૃદ્ધિ પામે ત્યારે પિતાએ તેને કલાચાર્ય પાસે મૂકીને કલાઓને અભ્યાસ કરાવ્યો.
એકદા ગેખમાં બેઠેલા અને પિતેજ મેળવેલા સુખના ઉદયવાળા નાગદત્ત ઈર્યાસમિતિથી જતા એવા એક મુનીશ્વરને દીઠા. મુનિને જોતાં માત્રજ પૂર્વ ભવની સ્મૃતિને પામીને મોક્ષના સુખને અભિલાષી તે નાગદત્ત સંસારથકી અત્યંત વિરક્ત થયો. પછી માતા પિતાને મધુર વચનથી સમજાવી ઉત્તમ બુદ્ધિવાળા તે નાગદત્ત વૈરાગ્યથી દીક્ષા લઈને પિતાના ગુરૂને કહ્યું કે “હે ગુરો! હું કર્મના યોગથી થોડું પણ તપ કરવા સમર્થ નથી જેથી મહારે આ ભવમાં સર્વથા ક્રોધાદિકને ત્યાગ હો.” ગુરૂએ કહ્યું “હે મુનિ! તમને તપ કર્મ વિના પણ ક્રોધાદિના ત્યાગથી કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ગુરૂનાં આવાં પરમ હિતકારી વચન સાંભળી જિતેંદ્રિય એવા નાગદત્ત મુનિએ પોતાનું ચિત્ત સ્થિર કર્યું, પરંતુ તિર્યંચ (સર્પ) ભવમાં ઉપાર્જન કરેલા અતિ સુધા વેદનીય કુકર્મથી તે સમાધારીને પણ અત્યંત ક્ષુધા લાગવા માંડી તે એટલે સુધી કે તેને નમસ્કાર સહિત (નવકારશી) પચ્ચખાણ કરવું પણ દુષ્કર થઈ પડયું તેથી તે વારંવાર ભેજન કરવા લાગ્યા. જેથી તેનું લોકમાં કૂરગડુક એવું નામ પડ્યું.