________________
શ્રીઅર્જુન માલીની કથા,
(૭૯) ગીકાર કરે તો હું તમને હારી અંગારવતી કન્યા આપું. એટલું જ નહીં પણ છોડી મૂકીને તમારા પિતાના રાજ્યને વિષે સ્થાપન કરું. પરંતુ હે રાજન ! જે તમે હારું કહ્યું નહિ માને તે તમે અહિંથી છુટા થવાના નથી.” પછી ચંડઅદ્યતન રાજાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો છતે ધુંધુમાર ભૂપતિએ તેને મહત્સવ પૂર્વક પિતાની પુત્રી પરણાવીને છેડી મૂકો.
એકદા ચંડપ્રદ્યોતને ભૂપાલે પિતાની પ્રિયા અંગારવતીને પૂછયું કે “હે પ્રિયે અલ્પ પરાક્રમવાલા હારા પિતાએ મને શી રીતે ? રાજાના આવા પ્રશ્નથી અંગારવતીએ તેની આગળ સાધુએ કહેલું સર્વ કહી આપ્યું. તેથી વિશાળાનગરીને - હારાજા બહુ વિસ્મય પામ્યો. પછી બીજે દિવસે ચંડઅદ્યતન ભૂપતિએ વાર્તક મુનિ પાસે જઈને કહ્યું કે, “હે નૈમિત્તિક મુનીશ્વર! હું તમને નમસ્કાર કરું .” રાજા આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા એટલે વાર્તક મુનિ વિચારવા લાગ્યા કે, એ રાજાએ મને નૈમિત્તિક કેમ કહ્યો?” વિચાર કરતાં માલમ પડ્યું. હા મેં તેનું કારણ જાણ્યું. બાલકે લડતા હતા તે વખતે મેં સ્પષ્ટ કહ્યું હતું કે, તમે નાશી ન જાઓ, તમારે વિજય થશે. અહો ! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે મહારા વચનથી અહિં ઘર યુદ્ધ થયું. અને એ જ કારણથી આ રાજાએ પણ હારું હાસ્ય કર્યું છે. ખરેખર એ જ કારણ માટે મુક્તિની ઈચ્છા કરનારા અને સંગરહિત એવા મુનિઓ પોતાના ચિત્તને વિષે આદરથી ભાષાસમિતિ ધારણ કરે છે. જે મેં એ ભાષા સમિતિમાં બહુ પ્રમાદ કર્યો તે મને આવું મહા અતુલ પાપ લાગ્યું.” આ પ્રમાણે વિચાર કરીને પછી તે મુનિએ વારંવાર મિથ્યાદક્ત દઈને ચારિત્રમાં એવા પ્રવર્તી કે જેથી તે થોડા કાળમાં મેક્ષ પ્રત્યે ગયા. હે ભવ્યજને ! એ પ્રકારે સાધુઓમાં મણિરૂપ વાર્તક અને સુજાત મુનિઓનાં નિર્મળ અને પાપને નાશ કરનારાં વળી બીજા પણ સત્પરૂષોના વિશ્વને પવિત્ર કરનારાં ઉત્તમ ચરિત્રોને સાંભળી તેમજ શીધ્ર પ્રમાદને તજી દઈમેક્ષલક્ષમીના વિલાસ કરવાના મંદીરરૂપ તથા પાપનો નાશ કરનારા શ્રી અરિહંત પ્રભુના સંયમને વિષે યત્ન કરે.”
श्रीसुजात अने वार्त्तकमुनिनो संबंध संपूर्ण.
छठेणं छम्मासे, सहित्तु अक्कोसताडणाइणि ॥
अज्जुणमालागारो, खवित्त परिनिव्वुडो कम्मे ॥ ७५ ॥ અજુનમાલી છ માસ પર્યત લોકોના તિરસ્કાર અને તાડનાદિકને સહન કરી છઠ્ઠથી જ્ઞાનાવરણાદિ કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યો છે ૭૫ છે
श्रीअर्जुनमालीनी कथा
આ ભરતક્ષેત્રમાં સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવા રાજગૃહ નગરને વિષે પરમ અને રિહંત પ્રભુને ભક્ત એવા શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતે હતે. તેને પિતાના બગીચાને