________________
( ૭ )
શ્રીઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. નિષ્કપટપણે નિર્દોષ જાણી પિતાને ત્યાં એકાંત સ્થાને રાખે. એટલું જ નહીં પણ પિતાની ચંદ્રયશા બહેન પણ તેને પરણાવી. પછી સુજાતે, તેણીને કઢના રેગવાળી જાણ એવો ઉપદેશ દીધો કે, તે ભક્તનું પચ્ચખાણ કરી ( અનશન લઈ) સ્વર્ગને વિષે મહોટ દેવતા થયા. - હવે સ્વર્ગને વિષે રહેલા દેવતાએ સુજાતને પિતાનો ઉપકાર કરનારે જ. તેથી તેણે મિત્રપ્રભ ભૂપતિને શિલાના ઉત્પાત દેખાડી, સુજાતને વિશ્વને આશ્ચર્યકારી એવા મહેટા ઉત્સવથી રત્નસૃષ્ટિ પૂર્વક તેના ઘરને વિષે પહોંચાડશે. ભૂપતિ મિત્રપ્રભ પણ પિતાના ધર્મઘોષ મંત્રીનું દુઃચેષ્ટિત જાણ સુજાતના ઘર પ્રત્યે આવી તેની ક્ષમા માગવા લાગ્યો. સુજાતે કહ્યું. “ એ મંત્રીને દોષ નથી પરંતુ દુષ્ટબુદ્ધિથી કરેલા મહારા પૂર્વ કર્મને દેષ છે. માટે હે રાજન ! મને આજ્ઞા આપે કે જેથી હું આ દુ:ખના નિવાસસ્થાન રૂ૫ ગ્રહવાસને તજી દઈ તેજ દુષ્ટ કર્મને જીતવા માટે યોગ્ય ઉદ્યમ કરું.” આ પ્રમાણે સુજાતે રાજાની તથા માતાપિતાની આજ્ઞા લઈ સર્વ સંગ તજી દઈ આદરથી તપસ્યા અંગીકાર કરી. થડા કાલમાં દુષ્કર તપથી સર્વ કર્મને ક્ષય કરી તે સુજાત મહાત્મા મેક્ષ પામ્યા. - હવે પાછલ મહા ક્રોધાતુર થએલા ભૂપતિએ ધર્મઘોષ મંત્રીનું સર્વ ઘર લૂંટી લઈ તેને પિતાના દેશમાંથી કાઢી મૂક. મંત્રી પૃથ્વી ઉપર ભ્રમણ કરતે કરતે વૈરાગ્ય પામ્યા. તેથી તેણે કઈ સ્થવિર સાધુ પાસે હર્ષથી જેનની દીક્ષા લીધી. પછી તે ગુરૂ પાસે શાસ્ત્રોને અભ્યાસ કરતા છતા અનુક્રમે બહુશ્રુત થયા. પછી તે મહાત્મા ગુરૂની આજ્ઞાથી એકલા વિહાર કરવા લાગ્યા. તે એકદા વાર્તક નગરના હાર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. તે વાર્તક નગરમાં પુત્રની પેઠે પ્રજાનું પાલન કરનારે. અને સૂર્ય સમાન પ્રિોઢ પ્રતાપવાળે અભયસેન નામે રાજા રાજ્ય કરતું હતું. તેને પ્રશંસા કરવા યોગ્ય ગુણના સ્થાન રૂપ વાર્તક નામે મહામંત્રી હતા. કે જે મંત્રી લીલા માત્રમાં જ ભૂપતિનાં અસાધ્ય કાર્ય કરતા હતા. એક દિવસ ઉપસર્ગ અને પરીષહને સહન કરનારા તથા પંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત એવા તે ધર્મઘોષ, મુનિ ભિક્ષાને અર્થે ભમતા જમતા પુણ્યના ઉદયથી કલ્પવૃક્ષની પેઠે તે વાર્તક મંત્રીના ઘરને વિષે આવ્યા. આ વખતે મંત્રી ગોખમાં બેઠો હતે. પછી હર્ષિત ચિત્તવાલી મંત્રીપ્રિયા જેટલામાં ઘતાદિયુક્ત પાયાન્ન મુનિને વહરાવવા માટે આવતી હતી તેટલામાં તેમાંથી એક ટીપું નીચે પડયું. જો કે મુનિ, તે શુદ્ધ આહારને જાણતા હતા તે પણ તે પાયાન્નનું સ્નિગ્ધ ટીપું પૃથ્વી ઉપર પડતું જોઈ તુરત પાછા ચાલ્યા ગયા. “ એક ટીપું પૃથ્વી ઉપર પડયે છતે પાયસાનને લીધા વિના મુનિ કેમ પાછા ચાલ્યા ગયા ? ” એમ વાર્તક પ્રધાન મનમાં વિચાર કરતે હતે એટલામાં મક્ષિકાની લાલચુ એવી ઘરોલી ત્યાં આવી, ઘરોલીને પકડવા માટે એક બીલાડ આવી પહોંચે. વલી તે બીલાડાને પકડવા માટે કોઈ અજાણું કુતરે