________________
(૬૪)
શ્રી નષિદ્ધતિ ઉત્તરાદ્ધ. વધારે આનંદ થયે. પછી વાલ્કલચીરી પણ પિતારૂપ મુનિને નમન કરતે છતે કહેવા લાગે. “હે તાત ! આપે બહુ કાલ સુધી લાલન પાલન કરેલે હું આપને ન્હાને પુત્ર વલ્કલગીરી આપને નમસ્કાર કરું છું. ” મુનિએ કમલની પેઠે તેના મસ્તકને સુંધી નવીન મેઘ જેમ પર્વતને આલિંગન કરે તેમ તેના સર્વ અંગને આલિંગન કર્યું. આ વખતે તે મહા મુનિને હર્ષથી ઉપ્તન્ન થએલા આસુંથી નેત્રનાં પડશે ધોવાઈ જવાને લીધે અંધત્વપણું નાશ પામ્યું. જેથી તેમને પુત્રને મેલાપ ઉત્તમ ઔષધ રૂપ થઈ પડશે. તુરત પડલ ધોવાઈ જવાને લીધે સોમચંદ્ર મુનિએ અને પુત્રને જોયા તેથી તેમને ફરી મેહ ઉપન્ન થયું. પછી તે બન્ને પુત્રને પૂછ્યું કે હે વત્સ! તમારે આજ સુધીને કાલ સુખે નિગમન થયે એની?” તેઓએ કહ્યું. “ હે તાત ! આપના પ્રસાદથી અમારે કાલ સુખે નિર્ગમન થયે છે. પછી વલ્કલીરી “હારાં પૂર્વનાં પાત્ર કેવાં હશે? ” એમ ધારી તેને જોવા માટે તે તરત પિતાની ઝુંપડીમાં પેઠે. ત્યાં તેણે પિતાના ઉત્તરીય વાથી તે સવ પાત્રોને પંજવાનો આરંભ કર્યો. આ વખતે તેને હદયમાં વિચાર થયે કે, “મેં પૂર્વે પાદકેસરિકના યોગથી આવાં યતિનાં પાત્રો ક્યાંક પડિલેહણ કર્યા છે. ” આમ વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું જેથી તેણે પોતાના પૂર્વને મનુષ્યભવ જે. પછી પૂર્વ જન્મને વિષે અંગીકાર કરેલા વ્રતનું સ્મરણ કરતા તેને મોક્ષ લક્ષ્મીના કારણરૂપ ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થયું. એટલું જ નહીં પણ ધર્મધ્યાન કરી શુકલધ્યાન ધ્યાતા એવા તેને તુરત કેવળજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન પામેલા તે વલ્કલચરી મુનિ, પિતાના પિતાને તથા બંધુને અમૃતસમાન ધર્મોપદેશ આપવા લાગ્યા. તેટલામાં દેવે મુનિવેષ આપે. પછી પ્રતિબધ પામેલા પિતાને મોટા ભાઈએ નમસ્કાર કર્યો.
(શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે ભૂપાલ! એકદા અમે વિહાર કરતા કરતા શ્રી પિતનપુરના સમીપના મનેહર ઉધાનમાં સમવસર્યા, આ વખતે સ્વયં બુદ્ધ કેવલજ્ઞાની વલ્કલચીરી પિતાના પિતાને અમને સેંપી પિતે એક્લા વિહાર કરવા લાગ્યા. પસન્નચંદ્ર રાજા પણ નગર પ્રત્યે આવી પોતાના જ્ઞાની બંધુના વચનથી સ્થિર વૈિરાગ્યવાલે થયો. પછી તેણે પિતાના બાલવયવાલા પુત્રને રાજ્ય સેંપી અમારી પાસે દીક્ષા લીધી.” આ પ્રમાણે શ્રી પ્રસન્નચંદ્ર રાજાનું વૃત્તાંત કહીને શ્રી મહાવીર પ્રભુ વિરામ પામ્યા એટલામાં શ્રેણિકરાજાએ આકાશથી આવતા એવા દેવસમૂહને જે. તેથી તેણે ફરી શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને પૂછયું. “હે નાથ? આકાશને પ્રકાશ કરનાર આ દેવસમૂહ કેમ આવે છે?” પ્રભુએ કહ્યું. “પ્રસન્ન રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી દેવતાઓ તેને મહિમા કરવા આવે છે.”
આ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખકમલથી ત્રણ લેકને આશ્ચર્યકારી પ્રસન્ન