________________
(૪૨).
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. સુંદરિ! વિંધ્યાચલ પર્વતને વિષે બહુ મોટું એવું કેઈ એક અશોકવૃક્ષ હતું. જેની શાખાઓ બહુ દિશામાં વિસ્તાર પામી હતી એવું તે વૃક્ષ અર્ક (આકડા) ના ગાઢ પત્રના સમૂહથી ઢંકાએલું હતું. આ પ્રમાણે તે મોટું વૃક્ષ છતાં પણ તેની જરા પણ છાયા નહોતી.” દાસીએ કહ્યું. “એમ કેમ? કનકમંજરીએ કહ્યું. “આજે હું ક્રીડાના શ્રમથી થાકી ગઈ છું માટે ઉંઘી જાઉં છું તે વાત કાલે કહીશ.” પછી ત્રીજે દિવસે પણ રાત્રીએ વાત સાંભલવાની લાલચે રાજા ત્યાંજ આવ્યો અને ક્યુટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે તેણીએ કહ્યું. “અર્ક (સૂર્ય) ના તાપથી અત્યંત તત એવા વૃક્ષની તે છાયા કયાંથી હોય? કે જે વૃક્ષને આશ્રય કરી રહેલા પક્ષીઓ તેની છાયા અને ફલને અત્યંત ઉપગ કરનારા થાય.”
ત્તિ તિય થી. વલી દાસીએ કથા પૂછી એટલે કનકમંજરીએ કહ્યું. “ કેઈ એક ઠેકાણે કઈ ઉંટ કાંટા સહિત ફલાદિકનું ભક્ષણ કરતા હતા. એવામાં તેણે અસંખ્ય ફલ પુવાલું બબુલ વૃક્ષ દીઠું, ઉંટ, તેની પાસે ગયો અને ભક્ષણ કરવાની ઈચ્છાથી લાંબી ડોક કરીને ઉભે રહ્યો પરંતુ તે વૃક્ષ બહુ દૂર હોવાથી તેના પત્ર ફલ વિગેરેને મેલવી શકે નહીં. પછી ઉંટ બહુ ખેદાતુર થયેલ અને બબુલવૃક્ષને જોઈ જોઈને ઈર્ષોથી વિધિના વામપણાને લીધે બહુ પસ્તા કરવા લાગે.” વૃક્ષની શાખાને નહિ મેળવી શકવાને લીધે જેને મનમાં અત્યંત મત્સર ઉત્પન્ન થયે હતું એવા તે શૂન્ય મનવાલા ઉંટે તત્કાલ તે વૃક્ષ ઉપર મલમૂત્ર કર્યું.” રાણીની આવી વાત સાંભલી મદનાદાસીએ પૂછયું. “હે મૃગાક્ષી! જે ઉંટ પોતાની લાંબી ડોકથી પણ બબુલ વૃક્ષને પહોંચી શકશે નહીં તેણે તેના ઉપર ક્ષણમાત્રમાં મલમૂત્ર શી રીતે કર્યું ?” આ વખતે સુરતશ્રમથી અત્યંત થાકી ગએલી કનકમંજરી સૂઈ ગઈ, ચોથે દિવસે જિતશત્રુ રાજા વાર્તાના કુતુહલથી ત્યાં આવ્યું. પૂર્વની પેઠે કીડાથી ઢાંત થએલો તે ભૂપતિ કપટનિદ્રાથી સૂતે એટલે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી. રાણીએ તેને હસીને કહ્યું. “અરે સખિ! તને એમાં શું આશ્ચર્ય છે? કારણ તે તત્વિ! ઉટે તે વૃક્ષને કૂવાની અંદર દીઠું હતું.”
સુતીયા વથા | દાસીએ ફરી બીજી વાત પૂછવાથી રાણીએ કહ્યું. “કોઈ એક કન્યા હતી. તેને પરણાવવા માટે તેના માતા પિતા અને ભાઈઓએ તેડાવેલા ત્રણ પુરૂષમાંથી એક જણ મેહને લીધે તે કન્યાની સાથે બળી મૂ. બીજે તેણીના ભમના ઢગલાની ત્યાં (શમશાનમાં) રહીને સેવા કરવા લાગ્યા. ત્રીજે તેણીને ફરીથી જીવતી કરવાની ઈચ્છાથી દેવતાનું આરાધન કરવા લાગ્યા. અનુક્રમે પ્રસન્ન થએલા દેવતાથી પ્રાપ્ત થએલા જલથી ભસ્મને સિંચન કરી ત્રીજા પુરૂષે, તે કન્યાને પુરૂષ સહિત તુરત જીવતી કરી,