________________
પ્રત્યેકબુદ્ધ ગ્રીનમિરાજષિનું ચરિત્ર,
(૩૩)
હજાર ને આઠ રાજકન્યાઓનુ એકજ લગ્નમાં તેને પ્રેમથી પાણીગ્રહણ કરાવ્યું. પછી પદ્મરથ રાજાએ નિમ પુત્રને રાજ્ય આપી પાતે દીક્ષા લીધી. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મહામુનિ મહેાદયપદ પામ્યા.
પછી મહા દુર શત્રુઓને પણ નમાવી દેનારો અને પ્રતાપથી સૂર્ય સમાન પરાક્રમી નિમ રાજા અખંડિત પૃથ્વીનું રાજય કરવા લાગ્યા. લક્ષ્મીએ વિષ્ણુને ત્યજી દઇ ગુણના સમુદ્રરૂપ એ રાજાના આશ્રય કર્યા એમ જાણીનેજ જાણે ભયને લીધે શંકરે પણ પાર્વતીને પેાતાના અર્ધા શરીરને વિષે બાંધી લીધી હાય કે શું ? અનુક્રમે ન્યાયવંત, સમર્થ, ઉપશમવાળા, શક્તિવંત, સરળ, સુશીલ, અને સુભગ એવા તે નિમ રાજા, સર્વ ગુણાના સમુદ્રરૂપ થયા. પ્રજાનું પાલન કરવામાં તત્પર એવા તે ભૂપાળ, કીર્ત્તિ, યશ, ન્યાય, વિનય, એશ્વર્ય અને વિવેકની સપત્તિએ કરીને શેષરાજ સમાન શાભતા હતા.
હવે અહિં સુદર્શનપુરમાં એમ બન્યું કે પેાતાના ન્હાના મં યુગમાહુને હણી સિદ્ધમનારથ માનતા એવા પાપી મણિરથ રાજા પોતાને ઘેર ગયા. તેટલામાં તેને પાપના યાગથી રાત્રીને વિષે સાપ કરડયા. તેથી તે મૃત્યુ પામીને અતિ દુ:ખદાયી એવી ચેાથી નરક પ્રત્યે ગયા. અહા ! મેાહથી આંધળા, મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળેા મણિરથ રાજા અધર્મને લીધે મહા સમૃદ્ધિવાળા પઢથી ભ્રષ્ટ થયા. ધિક્કાર છે ધિક્કાર છે આવા નિર્દય કૃત્યને ? આંસુથી વ્યાપ્ત એવા પ્રધાનાર્દિકે તેમને ભાઇઓનુ ઉર્ધ્વ દૈહિક કરીને પછી યુગમાના પુત્ર ચંદ્રયશાને રાજ્યાભિષેક કર્યો.
પેાતાના ભુજબળથી તેાડી પાડયા છે રાજશત્રુઓના માન જેણે એવા તે ચંદ્રયશા રાજાને કયારેક હસ્તિ, અશ્વ વિગેરે વાહનાની ક્રીડાના મનારથ થયા. મહાવેગ વાળા બહુ વાહનેાને ખરીદ કરી ઉત્તમ વેષ ધારી તે ભૂપતિ વિશાલ પ્રદેશમાં જઈ નિર ંતર પ્રધાન વિગેરે પુરૂષોની સાથે ક્રીડા કરવા લાગ્યા.
હવે એકદા ઇંદ્ર સમાન સંપત્તિવાળા નમિ રાજાનેા ઉજવલ દેહવાળા, અરાવણુ સમાન, વિધ્યાટવીનું સ્મરણ થવાથી આલાનસ્તંભને ઉખેડી નાખી નાસી જતા, મદથી આકુલ મહા બળવંત એવા પણ બીજા હસ્તિને ત્રાસ પમાડતા, ભયંકર આકૃતિવાળા, કાલના સરખા દુમ, સ્પર્શથી વારંવાર મસ્તકને ધુણાવતા, ઝરતા મઢરૂપ જળથી પૃથ્વીને સિચન કરતા, બળવંત, ઉગ્ર એવા સુંઢ અને દાંતથી ઘર અને હાટને પાડી દેતા, વલી ભમરાથી ઘેરાયલા અને વેગથી ખીજા હસ્તિઓને પાછળ ત્યજી દઇ નાસી જતા એવા હસ્તિ મિથિલા નગરીની ભૂમિને ઉલ્લંઘન કરી આગળ નાસી જવા લાગ્યા. નિમ રાજાના દેશની સીમા સહિત મહુ મા ઉદ્યઘન કરી તે હસ્તિરાજ સુદનપુરની પાસે ભમતા હતા એવામાં તેને વાહનાથી ક્રીડા કરતા એવા ચંદ્રયશાના દૂતાએ દીઠા. રાજાની આજ્ઞાથી તેઓએ તુરત ક્ષુધાથી વ્યાપ્ત થએલા અને થાકી ગએલા તે હસ્તિને પકડી રાજા પાસે આણ્યા. મહારાજા ચંદ્રયશા પણ મહુ