________________
(૩૭)
શ્રીરામિડલવૃત્તિ ઉત્તરાદ્ધ, છે? તે ઉપરથી શ્રાવકેએ વાસ્વામીના મામ આર્યસમિતસૂરિને તેડાવ્યા અને સર્વ વાત કહી. સૂરિએ કહ્યું. “તાપસની એ કાંઈ તપશક્તિ નથી પરંતુ પાલેપની શક્તિ છે.” પછી સૂરિના કહેવા ઉપરથી ઉપાય શોધી કાઢી શ્રાવકેએ તે તપસ્વીને પિતાને ત્યાં ભેજનનું આમંત્રણ કર્યું. ઘેર આવેલા તાપસને શ્રાવકેએ આદરથી પગ ધોવા પૂર્વક ભજન કરાવ્યું અને સત્કાર કર્યો પછી સર્વે શ્રાવકે તે તાપસની સાથે નદીને કાંઠે ગયા. ત્યાં જે તે તાપસ જલમાં ચાલવા લાગે તે તે બુડવા પણ લાગે, તેથી તેની નિંદા થઈ. એવામાં ત્યાં આર્ય સમિતિસૂરિ આવ્યા. તેમણે લોકને બંધ કરવા માટે નદીને કહ્યું. “હે બિના નદી ! હારે હારા સામે પાર જવું છે.” મુનિએ આટલું જ કહ્યું. તેટલામાં તે નદીના બન્ને કાંઠા એકઠા થઈ ગયા, તેથી સૂરિ સામે તીરે ગયા. લેકે પણ બહ આશ્ચર્ય પામ્યા. પછી નગરવાસી લોકોથી વિંટલાએલા સૂરિ પિલા તાપસ પાસે ગયા. ત્યાં તેમને ધર્મોપદેશ દઈ, પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. પછી શ્રાવકે “આ ચૂર્ણપ્રયાગ છે પરંતુ તેઓની તપશકિત નથી.” એમ ધારી જિનશાસનની પ્રભાવના કરતા છતાં નગર મધ્યે આવ્યા. તે દિવસથી તે રથાન “બ્રહ્મદીપિકા શિખા.” એવા નામથી પ્રસિદ્ધ થએલું છે.
'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा संपूर्ण.
वेसमणस्स उ सामाणिओ, चुओ वग्गुरविमाणाओ ॥
जो तुंबवणे धनगिरि, अज्झ सुनंदामुओजाओ ॥ १८७ ॥ કુબેરને સામાનિક દેવતા વલગુવર વિમાનથી ચવી તુંબવન સંનિવેશને વિષે સુનંદાથકી પૂજ્ય એવો ધનગિરિ નામે પુત્ર થયો.
तुंबवणसंनिवेसाओ, निग्गयं पियसगासमुल्लीणं ॥
छमासिअं छसुजुअं, माऊइसमनिअं वंदे ॥ १८८ ॥ તબક સંનિવેશથી નિકળેલા, પિતાની સાથે ઝોળીમાં રહેલા છ માસના, છકાય જીવની યતના કરનારા અને માતા સહિત એવા શ્રી વજી સ્વામીને હું વંદના કરું .
जो गुज्झगेहिं वालो, निमंतिओ भोयणेण वासंते ॥
निच्छइ विणीअविणओ, तं वइररिसिं नमसामि ॥ १८९ ॥ મહાવિનયવંત વાસ્વામી જો કે બાલ્યાવસ્થાવાળા હતા તે પણ વર્ષાઋતુમાં શાક દેવતાએ ભેજન માટે નિમંત્રણ તેમણે તે દેવતાના પીંડની ઈચ્છા કરી નહિ. તે શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું છું.