________________
(૨૬),
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ સ્વાર્થના નાશથી મૂઢ બનતા એવા જડ પુરૂષ, સ્વાર્થ પ્રત્યે તાત્વિક દાસીપણું નથી જાણતા. ઉદાસીપણું એજ ઉત્કૃષ્ટ તપ અને શુદ્ધ ધર્મ છે એજ હેતુથી વિદ્વાન પુરૂષે ઉદાસીપણામાં પ્રત્યક્ષ મુકિત જાણે છે.
તેજ કારણે માટે રાગદ્વેષ રૂપ સ્વાર્થને ત્યજી દઈ ઉદાસીપણાને આશ્રય કરે. જે રાગદ્વેષ સ્વાર્થના આભાસ રૂ૫ દેખાય છે. તેને ત્યજી દઈ ખરે સ્વાર્થ તે સામાયિક કહ્યું છે.” આ પ્રમાણે સુવિચારથી ઉત્પન્ન થએલા અખંડિત વૈરાગ્યથી રંગીત થએલા મનવાલ દ્વિમુખ રાજા, પૂર્વભવના સંસ્કારથી પ્રાપ્ત થએલા શુદ્ધ બેધને પામે. શાસનદેવતાઓ આપે છે યતિષ જેને એ તે દ્વિમુખ રાજર્ષિ તૃણની પેઠે રાજ્ય ત્યજી દઈ પ્રત્યેકબુદ્ધપણું પામ્યો. જેને માટે કહ્યું છે કે, નાગરિક લોકેએ પૂજન કરેલા અને પછીથી પડી ગએલા ઇંદ્રવજને જોઈ સમૃદ્ધિ અને અસમૃદ્ધિનો વિચાર કરતા એવા દ્વિમુખ રાજાએ પ્રતિબંધ પામીને જિન ધર્મ આદર્યો.
इति द्विमुख संबंध.
છે શ્રી. રત્રિા માલવદેશના આભૂષણ રૂપ સુદર્શન નામના પ્રસિદ્ધપુરમાં પિતાના ગુણોથી મનુષ્યોને આનંદકારી એ મણિરથ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને યુગબાહુ નામે અતિ વિનયવંત યુવરાજ બંધુ હતું. એ યુગબાહુને સુશીલ અને સદાચારવાળી મદનરેખા નામે સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથીજ સમક્તિવ્રત અને નિર્મળ એવા અરિહંત ધર્મને ઉત્કૃષ્ટપણે અંગીકાર કરીને તે મદનરેખાએ મનુષ્યભવના સંસારરૂપ કલ્પવૃક્ષનું ઉત્તમ ફલ મેળવ્યું હતું. તેણીને ગુણેથી પૂર્ણ અને ચંદ્ર સમાન નિર્મલ યશવાલે ચંદ્રયશા નામે પુત્ર હતે. અનુક્રમે દશવર્ષના થએલા એ રાજપુત્રને નિરંતર રાજલક્ષમી કટાક્ષવડે જોતી હતી. આ એકદા મણિરથ રાજા, પોતાના બંધુની પવિત્ર મદનરેખા સ્ત્રીને જોઈ કામપિશાચથી ગ્રસિત થયે. કામથી વ્યાપ્ત થએલા મનુષ્ય, નથી ગણતા લજજાને કે નથી ગણતા નિર્મલ કુલમર્યાદાને, વલી નથી ગણતા અપવાદને કે નથી ગણતા અધર્મને. મણિરથ રાજા વિચાર કરવા લાગ્યું કે “મદનરેખા શી રીતે હારે વશ થાય ? પ્રથમ હું તેણીને સાધારણ કાર્યથી વિશ્વાસ પમાડું અને પછી અવસર મળે કામની વાત કરીશ. નિર્મલ બુદ્ધિવડે દુષ્કર કાર્ય શું સિદ્ધ નથી થતું?” આમ વિચાર કરીને મણિરથ રાજા, તેણને તાંબુલ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર અને વિલેપનાદિ સર્વ વસ્તુઓ ભેટ તરીકે મોકલવા લાગ્યું. મદનરેખા પણ તે વસ્તુઓને નિર્વિકારપણેજ અંગીકાર કરવા લાગી, તે એમ ધારીને કે “પિતાના ન્હાના ભાઈના ઉપર સનેહને લીધે જે આ પ્રસાદ મને મેકલે છે માટે મહારે તેમને મોકલેલે પ્રસાદ અંગી