________________
(૨૮) શ્રી વષિમંડ વૃત્તિ ઉત્તરાદ્ધ. ઉપરથી તું મૂર્ખ હોય એમ દેખાય છે કારણ તું પોતાના બોલવા પ્રમાણે કરતું નથી.
(કમલવતી જંબૂકુમારને કહે છે કે, આપ આ પ્રત્યક્ષ મળેલા આ લેક સંબંધી સુખને ત્યજી દઈ અદષ્ટ સુખની ઇચ્છાથી તપ કરવાની ઈચ્છા કરે છે તેથી તમે “મા સાહસ” પક્ષીની ઉપમાને લાયક છે.”
જંબૂકમારે હસીને કહ્યું. “હું તમારી વાણીથી મેહ નહિ પામે, તેમજ વાર્થથી ભ્રષ્ટ નહિ થઉં. કારણ હું ત્રણ મિત્રની કથા જાણું છું. સાંભળ તે ત્રણ મિત્રોની કથા –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતશત્રુ રાજાને સર્વ પ્રકારના અધિકાર બજાવના સેમદત્ત નામે પુરોહિત હતું. તેને એક સહમિત્ર નામને અતિપ્રિય મિત્ર હિતે, તે ખાનપાન વિગેરે સર્વ કાર્યમાં તેની સાથે રહેતો. પુરોહિતને બીજે પર્વ નામને મિત્ર હતો, તે તેનું પર્વ દિવસમાં જ સન્માન કરતો, બીજે વખતે નહીં. ત્રિીજે પ્રણામ નામે મિત્ર હતું તે તે જયારે તેને મળે ત્યારે ફક્ત વાતચિતથી જ સન્માન કરે.
એકદા પુરોહિતને કાંઈ અપરાધ આવ્યો, ત્યારે રાજા તેને પકડી મંગાવવાની ઈછા કરવા લાગ્યા. આ વાતની પુહિતને ખબર પડી તેથી તે તુરત રાત્રીએ પિતાના સહમિત્રને ઘેર ગયે અને કહેવા લાગ્યો. આજે રાજા મહારા ઉપર કપા. યમાન થયા છે, તેથી હું હારી માઠી અવસ્થા હારા ઘરમાં ગુપ્તપણે રહીને નિર્ગ મન કરવા ઈચ્છા કરૂં છું. હે શુભ ! આપત્તિકાળેજ મિત્રની ખબર પડે છે, માટે તું મને પિતાના ઘરમાં સંતાડી રાખી મૈત્રીને કૃતાર્થ કર.” સહમિત્રે કહ્યું. “હમશું આપણે મૈત્રી નથી. આપણું મિત્રાઈ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી રાજાને ભય નથી. રાજાને અપરાધી થઈ તું મારા ઘરને વિષે રહે તે મને પણ દુઃખ થાય, એ કણ મૂર્ખ હોય કે બળતી ઉનવાળા ઘેટાને પોતાના ઘરમાં રાખે? હું હારા એકલાને માટે મહારા આત્માને અને સઘળા કુટુંબને આપત્તિમાં નહિ નાખું. હારૂં કયાણ થાઓ, અને તું બીજે સ્થાનકે જા.”
સહમિત્રે આવી રીતે તિરસ્કાર કર્યો તેથી સોમદત્ત તુરત પર્વ મિત્રને ઘેર ગયે. ત્યાં તેના ઘરને વિષે રહેવાની ઈચ્છાવાળા તેણે (સેમદ ) રાજકે પાદિ સર્વ વાત કહી. પર્વ મિત્રે પણ તેની સાથે પર્વ મિત્રાને લીધે તુરત તેના સામું જઈ આદરસત્કાર કરી આ પ્રમાણે કહ્યું. “હે સખે ! તેં અનેક પર્વ દિવસોમાં સંભાષણાદિ વિવિધ પ્રકારના પ્રેમ કરીને મહારા પ્રાણુ ખરીદ કરેલા છે. ભાઈ ! જે હું હારા દુઃખમાં ભાગ ન લઉં, તે હારા કુલીનનું કુલીનપણું શી રીતે રહ્યું કહેવાય ? ત્યારી પ્રીતિથી પરવશ થલે પિતે મહારા પિતાના ઉપર અનર્થ આવી પડે તે સહન કરું, પણ હારું કુટુંબ અનર્થ પામે તે દુસહ છે. હે મિત્ર !