________________
( ૩૦૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
આ પ્રમાણે ગાળ અને માંડાને મનાવવાની રીત જાણીને હર્ષ પામેàા અક ખેડુત શેરડી અને ઘઉંનાં બીજ લઇ પેાતાને ગામ આવ્યેા. પછી ખેતરમાં જઇ તે ખક લી નીકળેલા કાંગ અને કાદરાના ધાન્યને અવિચારપણે ઝટ કાપી નાખવા લાગ્યા. તેના આવાં કૃત્યને જોઈ પુત્રોએ કહ્યું. “ હે તાત ! અર્ધા પાકેલા અને આપણા કુટુંબના આધારરૂપ આ ધાન્યને તમે ઘાસની માક શા માટે કાપી નાખા છે ?” અક ખેડુતે કહ્યું. “ હે વત્સ ! આ કાંગ અને કાદરા શા કામના છે ? હું અહિં શેરડી અને ઘઉ વાવવાના છું. જેથી તેના ગાળના માંડા બનશે.” પુત્રોએ કહ્યુ, “ થાડા દિવસમાં આ ધાન્ય પાકી રહેશે માટે તેને લણી લીધા પછી તમે તેમાં મરજી પ્રમાણે ઘઉં અને શેરડી વાવો. હજી ઘઉં અને શેરડીમાં સ ંદેહ છે અને આ ધાન્ય તા તૈયાર થઈ ગયાં છે. “ હે તાત ! કેડમાં બેઠેલું બાળક જંતુ રહે તેા પછી ઉદરમાં રહેલાની તેા શી વાત.” આવી રીતે પુત્રોએ બહુ વાય છતાં પણ તે અલ્પબુદ્ધિવાળા ખક ખેડુતે થાડી વખતમાં બન્ને ધાન્યને કાપી નાખ્યાં અને દેવાનાંપ્રિય એવા તેણે ચારે બાજુએથી ધાન્યને કાપી નાખી ક્ષેત્ર ભૂમિને ગાળીએ રખવા સરખી બનાવી. પછી તેણે ત્યાં પાસે એક કૂવા ખાદ્યો પણ જેમ વધ્યા સ્ત્રીના સ્તનમાં દુધ ન નીકળે તેમ કૂવામાંથી જળ નીકળ્યું નહીં. થાકયા વિના ખાદી ખાદીને પાતાળ સમાન કૂવાને બનાવ્યા છતાં તેમાંથી કાદવ પણ નીકળ્યે નહિ. આામ થવાથી કાંગ કાદરા મળ્યા નહી અને ઘઉં શેરડી થયાં નહી' તેથી તે બક ખેડુતને બહુ પસ્તાવા થયા.
( સમુદ્રશ્રી જખૂકુમારને કહે છે કે) હે સ્વામિન્ ! તમે પણ આ પ્રાપ્ત થએલા પ્રત્યક્ષ સુખને ત્યજી દઇ અને ન દેખાતા પરાક્ષ સુખને ઈચ્છતા છતાં રખે એક ખેડુતની પેઠે પાછળથી પશ્ચાતાપ કરનારા થઈ પડી !”
"
ઉત્તમ માણસાના મનને પણ વિસ્મય પમાડતા એવા જ બ્રૂકુમારે કહ્યુ, “ હું સમુદ્રશ્રી ! હું કાગડાના સરખા બુદ્ધિરહિત નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત:
વિધ્યાટવીમાં નર્મદા નદીને કાંઠે જાણે વિંધ્યાચળ પર્વતના યુવરાજ હેાપની? એવા સુથપતિ એક મહા હસ્તિ રહેતા હતા. વિધ્યાચળને વિષે વિહાર કરતા એવા તે હસ્તિની ચૈાવનાવસ્થા ગઇ અને આયુષ્ય રૂપ નદીના પાળ સરખી વૃદ્ધાવસ્થા આવી. ઉનાળાની ઋતુમાં સૂકાઇ ગએલા ઝરણાવાળા પર્વતની પેઠે મરહિત થઇ જવાને લીધે નિર્મળ થઇ ગએલા તે ગજરાજ વ્રુક્ષને વિષે દ્રુત પ્રહાર કરવાને પણ શક્તિ ધરાવતા નહાતા. દાંતના પડી જવાથી થેાડુ ખાઇ શકનારો અને ભુખને લીધે દુળ થએલા શરીરવાળા તે હસ્તિ વૃદ્ધાવસ્થામાં હાડકાના માળારૂપ શરીરવાળા દેખાતા હતા.
એકદા પર્વતની સૂકાઈ ગએલી નદીમાં ઉતરતા એવા તે હસ્તિના પગ લથડી