SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીજ કુમાર નામના ચમકેલીની કથા. (૧૩) કરી વિનંતિ કરી કે “ હું ચાવજછવિત ત્રિવિધ (મન વચન કાયાએ કરીને ) મહાવ્રત રૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરું છું.” ગુરૂએ અનુજ્ઞા આપી એટલે મહાવ્રત રૂપ બ્રહ્મચર્યને સ્વીકારી અતિ હર્ષવાનું અને કામદેવને જીતનારો તે જંબ કુમાર પિતાને ઘેર ગયા. ત્યાં તેણે પિતાના માતા પિતાને કહ્યું કે “મેં સુધર્મા ગણધરના મુખથી સંસારસમુદ્રને તારવામાં નાવ સમાન શ્રી અરિહંત પ્રભુને ધર્મ સાંભલ્યો છે, અને તેથી હું દીક્ષા લેવાને ઉત્સાહ પામ્યો છું માટે મને ઝટ રજા આપે. કારણ કે આ સંસાર સર્વ પ્રાણુઓને કારાગાર (કેદખાના) સમાન છે.” પુત્રનાં આવાં વચન સાંભલી રૂદન કરતા એવા માતા પિતાએ તેને કહ્યું કે “હે વત્સ! તું આમ અચાનક અમારી આશા રૂપ લતાને છેદી નાખનાર ન થા. હજી અમારો તે એવો મને રથ છે કે આઠ કન્યાઓની સાથે વિવાહ કરેલા અને સર્વ સંપત્તિના સ્થાન રૂપ પુત્રને અમે ક્યારે જોઇશું વિષયસેવન કરવાને યોગ્ય એવી થવાનાવસ્થામાં આ દીક્ષા સમય છે? તું એ યોવનાવસ્થાના યોગ્ય આચારને કેમ બીલકુલ ઈચછત નથી ? હે વત્સ જે તને દીક્ષા લેવાને બહુ આગ્રહ હોય તે પણું હારે અમારું કહેવું માન્ય કરવું જોઈએ. કારણ કે અમેત્યારા ગુરૂઓ (વડીલ) છીએ. હે વત્સ! અમે અમ્હારા સરખા ધનવંત આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે હારો સંબંધ કરેલ છે, તે તે આઠે કન્યાઓનું પાણિગ્રહણ કરીને તું અમારા મનોરથને પૂર્ણ કર. હે કુમાર ! તું અમારા કહેવા પ્રમાણે કરીને પછી નિર્વિક્તપણે પ્રવજ્યા લેજે, અને પછી કૃતાર્થ થએલા અમે પણ વૈભવને ત્યજી દઈ હારી પાછલ દીક્ષા લઈશું.” કુમારે કહ્યું. “હે પૂ ! હું તમારી આજ્ઞા પ્રમાણે કર્યું તે પછી તમારે ભૂખ્યાને ભેજનથી ન વારવાની પેઠે મને દીક્ષા લેતાં વાર નહીં.” જંબકુમારના આવા વચનને સ્વીકારી અને પછી દયાવંત એવા માતા પિતાએ આઠે કન્યાઓના પિતાને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “હા પુત્ર ફકત તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેવાને છે. વલી તેણે અમારા બહુ આગ્રહને લીધે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું છે તેથી તે તેમ કરશે. પાછલથી તમને પણ વિવાહ કરવાને પસ્તા કરે પડશે. માટે તેને દોષ અમને દેશે નહી.” પછી તે આઠે શ્રેષ્ઠીઓ પિત પિતાની સ્ત્રીઓ સહિત બહુ ખેદ પામ્યા અને “હવે શું કરવું?” એમ પરસ્પર કહેવા લાગ્યા. તેઓની પરસ્પર થતી વાતચીત સાંભલી કન્યાઓએ કહ્યું. “હે પૂ ! તમારે વિચાર કરવાની કોઈ જરૂર નથી. તે સંબંધી અમારા નિશ્ચયને તમે સાંભળો. “તમે પ્રથમથી જ અમારે જ કુમારની સાથે સંબંધ કરી ચુક્યા છે. તે હવે તેજ અમારે પતિ છે. હવે તમારે અમને બીજાની સાથે પરણાવવી નહીં. લેકમાં પણ કહેવત છે કે, સજાઓ એકજવાર બોલે છે. સાધુઓ પણ એકજવાર બોલે છે તેમજ કન્યાઓ પણ એકજ વાર અપાય છે. આ ત્રણ્ય એકજવાર થાય છે. તમે અમને રાષભદત્ત શ્રેષ્ટીના પુત્રને આપી ચુક્યા છે તે હવે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy