SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાષિમડલવૃત્તિ-ઉત્તરાદ્ધ લાજ આવે તેમ નથી માટે વિવાહને સંબંધ કરી અમારા ઉપર હંમેશાને અનુગ્રહ કરે.” જો કે રુષભદત્ત શ્રેષ્ઠી પિતેજ પુત્રને વિવાહ કરવા માટે ઉત્સાહવંત હતા તેમાં આઠ કન્યાના માતા પિતાએ આવી વિનંતિ કરી તેથી રુષભદત્ત શ્રેષ્ઠીએ હર્ષથી તેમનું વચન સ્વીકાર્યું. આ વાત આઠે કન્યાઓએ જાણી તેથી તેઓ “આપ‘ણને જંબૂકુમાર નામને અતિ ગરિષ્ઠ વર મ છે” એમ ધારી ધન્ય માનતી તે આઠ કન્યાઓ બહુ હર્ષ પામી. આ અવસરે ભવ્યજનોને બોધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા શ્રી સુધર્માસ્વામી તે નગરને વિષે સમવસર્યા. સુધમ ગણધરનું આગમન સાંભળી રોમાંચિત થએલે જંબૂ કુમાર તેમની પાસે ગયા. ત્યાં તેણે ગણધરને પ્રણામ કરી તેમના મુખથી અમૃતસમાન સરસ ધર્મોપદેશ સાંભ, જેથી તે જંબૂકુમારને સંસાર રૂપ સમુદ્રને વિષે વહાણ સમાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થયે. પછી જંબૂ કુમારે સુધર્માસ્વામીને પ્રણામ કરીને કહ્યું કે “હે વિશે ! હં હમણું સંસારને ક્ષય કરનારી દીક્ષા લઈશ, માટે હું હારા માતા પિતાની રજા લઈ અહીં પાછો આવું ત્યાં સુધી આપ આ સ્થાનને વિષે ધર્મરૂપ વૃક્ષની શોભાનું વર્ણન કરો.” સુધમહવામીએ તે વાતની હા કહી, એટલે જંબૂકુમાર રથમાં બેસી નગરના દ્વાર પાસે આવી પહોંચે. આ વખતે નગરદ્વાર (દરવાજે) રથ, હસ્તિ અને અશ્વોથી એવો ભરાઈ ગયું હતું કે ઉપરથી પડેલા તલને પૃથ્વી સુધી પહોંચવાની જગ્યા નહતી. પછી જંબૂકુમારે વિચાર્યું જે “જે હું આ દરવાજેથી શહેરમાં પેસવાની વાટ જોઈ રહીશ, તે બહુ કાલ જતા રહેશે. વલી મેં સુધર્માસ્વામીને ત્યાં બેસારી રાખ્યા છે, તેથી મહારે અહીં ક્ષણ માત્રા વધારે વાર લગાડવી ચોગ્ય નથી. તે હું રથને ઝટ ફેરવી બીજે દરવાજેથી નગરમાં પ્રવેશ કરું.” આમ ધારી મહેટાં મનવાળે જંબુકુમાર તુરત બીજે દરવાજે ગયે. ત્યાં પણ તેણે તે દરવાજાને યંત્રથી બંધ કરેલે જે, એટલું જ નહિ પણ મનુષ્યને ઘાત કરનારી મોટી શિલાઓ દરવાજાની ઉપર લટકાવેલી તેના જેવામાં આવી. તેથી તે વિચાર કરવા લાગ્યું કે આ બધી તૈયારી શત્રુના સૈન્યના ભયને લીધે છે; તે આ બહુ અનર્થકારી દરવાજે પણ કાંઈ કામ નથી. હું આ દરવાજેથી અંદર પ્રવેશ કરૂં અને કદાપી મ્હારા ઉપર શિલા તુટી પડે તે હું પોતે, રથ, અશ્વો અને સારથી એ સઘળા નહતા એમ થઈ જઈએ. હજુ મેં સર્વવિરતિ સ્વીકારી નથી અને આવી રીતે મૃત્યુ પામેલા અને સુગતિ દુર્લભ હોય છે. હવે હું સ્વાર્થ ભ્રષ્ટ ન થાઉં, અને અહીંથી જ પાછો ફરી અમરરૂપ થઈ શ્રી સુધર્માસ્વામીના ચરણકમલની સેવા કરું.” ' પછી વક્રગતિવાલા ગ્રહની પેઠે જ બૂકુમાર રથને પાછો વાળી સુધમસ્વામીના ચરણથી પવિત્ર એવા તે ઉદ્યાનને વિષે આવ્યું. ત્યાં તેણે ગણેશ્વરને પ્રણામ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy