SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિએની કથા. (૨૭) अज्जवि अनिवेसा, जेसिं अच्छेरयं व दीसंति ॥ वेभारपव्वयवरे, जमलसिलारूवसंथारे ॥ १४९ ॥ ते धन्नसालिभद्दा, अणगारा दोवि लवमहडिआ ॥ मासं पाउवया, पत्ता सव्वट्ठसिद्धिमि ॥ १५० ॥ વૈભાર પર્વતને વિષે યમલ શીલારૂપ સંથારા ઉપર જેમનાં આજ પર્યત અર્થનિવેશ (દિવ્યભાગ, સદ્ધિ, સુખવિલાસ તપ તપવાના પ્રયજન) આશ્ચર્ય કરનારાં દેખાય છે તે ધન્યકુમાર અને શાલિભદ્ર અને સાધુઓ તપથી મહાસમૃદ્ધિવંત થઈ એક માસનું પાપગમ અનશન લઈ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ગયા. ૧૪-૧૫૦ * 'श्रीधन्यकुमार' तथा 'श्रीशालिभद्र' नामना महर्षिओनी कथा. *. આ ભરતક્ષેત્રને વિષે લક્ષમીના નિવાસ સ્થાનરૂપ પ્રતિષ્ઠાન નામે નગર છે ત્યાં ક્ષત્રિયના ગુણરૂપ, સંપત્તિના પાત્ર રૂપ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. હવે પ્રથમ ધનવંત અવસ્થામાં છતાં પાછળથી નિધન અવસ્થા પામેલું કઈ કુળ બીજા કેઈ નગરથી આવીને તે નગરમાં રહ્યું. તેમાં એક વિનયવત, ઉદાર અને ભદ્રક પ્રકૃતિવાળા બાલક હતા. તે હમેશાં પિતાની આજીવિકા માટે લોકોનાં વાછરડાં ચારતો હતો. એકદા કાંઈ ઉત્સવને વિષે તે બાલકે ઉદ્યાનમાં નગરવાસી લોકોને ઉત્તમ વાહકારથી સુશોભિત બનેલા તથા સરસ આહારનું ભજન કરતા દીઠા. તુરત તે બાલક વાછરડાંને ત્યાં જ રહેવા દઈ પોતે ઘરે આવી માતાને કહેવા લાગ્યો કે “ હે અંબા! મને તેવુંજ ભેજન આપ.” માતાએ કહ્યું. “ આપણને ધનરહિતને એવું ભોજન ક્યાંથી હોય ? માતાએ આવો ઉત્તર આપ્યા છતાં પણ પુત્રે તો હઠ કરીને કહ્યું કે “ જેમ તેમ કરીને પણ મને તેવું ભેજન કરી આપ. ” પુત્રે આવી રીતે બહુ આગ્રહ કર્યો એટલે સર્વ પ્રકારે નિધન એવી તેની માતા ઉત્પન્ન થએલા શોકથી પૂર્વની સધન અવસ્થાનું સ્મરણ કરી રોવા લાગી. તેણીનું રૂદન સાંભલી પાડોશણે તુરત ત્યાં દેડી આવી અને તેણીના દુઃખથી દુઃખિત થએલી તે પાડોશણે તેને દુઃખનું કારણ પૂછવા લાગી. દુઃખી સ્ત્રીએ દીન વાણીથી પાડોશણોની પાસે યથા વાત કહી તેથી દયાવંત એવી તે પાડેશણીઓએ તેણીને દુધ વિગેરે આણી આપ્યું. પછી માતાએ ઘી અને સાકરથી યુક્ત ખીર બનાવી પુત્રને ખાવા માટે થાલીમાં પીરસી. ત્યાર પછી તે માતા કાંઈ કારણથી ઘરની અંદર ગઈ. હવે તે વખતે જાણે તે બાલકના પૂર્વ પુણ્યનાપૂરથી ખેંચાઈનેજ આવ્યા હેયની ? એમ કોઈ એક ગુણવંત સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. વાદલાં વિનાની વૃષ્ટિની પેઠે મુનિને જોઈ જેને રોમાંચ થયે હતું એ તે બાલક સંભ્રમ સહિત હર્ષથી ઉભો થયો, એટલું જ નહિ પણ હર્ષનાં આંસુથી તેનાં નેત્રે ભરાઈ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy