SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા, ( ર૪૦ ) વીર એવા કુણિકે પખંડની પેઠે શત્રુના સૈન્યને તાડનાથી નસાડી મૂકયું. પછી કુણિકને દુર્જય જાણું અત્યંત ક્રોધ પામેલા અને મહાબલવંત એવા ચેડા રાજાએ ધનુષ્ય ઉપર દિવ્ય બાણ ચડાવ્યું. આ વખતે કુણિકના અગ્રભાગમાં છે તુરત વજમય કવચ ધારણ કર્યું અને પાછલ ચમરે લેહકવચ ધારણ કર્યું. વિશાલા નગરીના પતિ ચેડા રાજાએ કાન સુધી ધનુષ્ય ખેંચીને કુણિક ઉપર બાણ છોડયું. પણ તે બાણ વામય કવચથી ખલના પામ્યું. ચેડા રાજાના અમેઘ બાણને ખેલના પામેલું છે તેના દ્વાએ પિતાના પતિના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાલા ચેડારાજાએ તે દિવસે બીજું બાણ મૂકયું નહીં. બીજે દિવસે તેવી જ રીતે કુણિક યુદ્ધ કરવા લાગ્યો એટલે તે દિવસે પણ ચેડારાજાએ તે અમેઘ બાણ ફેંકયું તે પણ પૂર્વની પેઠે નિષ્ફલ થયું. આ પ્રમાણે તે બન્ને રાજાઓનું દિવસે દિવસે ઘોર યુદ્ધ થવા લાગ્યું. અને સૈન્યમાં થઈ યુદ્ધમાં મૃત્યુ પામેલા એક ફ્રોડ અને એંસીલાખ યોદ્ધાઓ તિર્યંચ અને નરકને વિષે ઉત્પન્ન થયા. ચેડા રાજાના સુભટે નાસી નાસીને પિત પિતાના ગામમાં જતા રહ્યા તેથી થોડું સૈન્ય રહેવાને લીધે ચેડા રાજા પણ નાસી પુરમાં જતા રહ્યા. પછી કુણિકે તે નગરીને ઘેરે ઘા. હલ વિહલ બને ભાઈઓ સેચનક હસ્તિ ઉપર બેસી રાત્રીએ ગુપ્ત રીતે કણિકના સૈન્યને બહુ મારી નાખતા, પણ કુણિકના સૈન્યમાં એ કઈ વીરપુરૂષ નહોતે કે જે યમરાજની પેઠે તે સેચનકને પકડવા સમર્થ થાય. હલ વિહલ તે હમેશાં રાત્રીને વિષે કણિકની સેનાને મારી ક્ષેમકુશલ નગરીમાં જતા રહેતા. આ વાતની કણિકને માલમ પડી તેથી તેણે પિતાના મંત્રીમંડલને કહ્યું. હલ્લ વિહલે આપણા સર્વે સન્યને બહુ પીડા પમાડ્યું છે માટે તે સુભટને આપણાથી નાશ થાય તે ઉપાય કહે “મંત્રીઓએ કહ્યું. “જ્યાં સુધી મનુબની મધે ગજરૂપ એવા તે બન્ને ભાઈઓ, સેચનક હસ્તિ ઉપર બેઠા છે, ત્યાં સુધી તે કોઈથી જીતી શકાય તેમ નથી. માટે તે હસ્તિને જ મારી નાખવાને કાંઈ ઉપાય માર્ગમાં કરે અને તે એ કે માર્ગને વિષે ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરી તેને ઉપરથી ઢાંકી દેવી. પછી વેગથી દોડતે એ સેચનક તેમાં પડશે.” કુણિક રાજાએ હસ્તિને આવવાના માર્ગમાં ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરાવી અને તેને ઉપરથી ઢાંકી દીધી. પછી સુભટ એવા હલ્લ વિહલ્લ બને ભાઈઓ રાત્રીએ રણભૂમિમાં જવા માટે સેચનક હસ્તી ઉપર બેઠા. સેચનક હસ્તિ પણ ખાઈની નજીક આવી મુનિની પેઠે વિલંગ જ્ઞાનથી ખાઈ જાણી આગળ ચાલતું અટકી પડયો. આ વખતે હલ વિહલે તિરસ્કાર કરીને હસ્તિને કહ્યું કે અરે તું પશુપણ કરીને કૃત થયે જે આ રણભૂમિમાં દીન બની
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy