SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅભયકુમાર કથાન્તગત શ્રીઉદ્યાયન' રાષિની કથા ( ૨૩૫ ) ઉદાયન રાજાએ પાતાની રાણી પ્રભાવતીના જીવ રૂપ જે સ્વર્ગમાં દેવતા ઉત્પન્ન થયા હતા તેનું સ્મરણ કર્યું દેવતાએ તુરત ત્યાં આવીને ત્રણ મ્હોટાં તલાવા બનાવી આપ્યાં. પછી જલપાન કરી કરીને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. કહ્યુ` છે કે માણસે અન્ન વિના જીવી શકે પણ જળ વિના તેા જીવી શકે નહીં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતા પોતાના સ્થાનકે ગયા અને ઉદાયન ભૂપતિ ઉજ્જયિની નગરીએ પહાંચ્યા. ત્યાં દૂતના મુખથી ઉદાયન રાજાને તથા ચ'પ્રદ્યોતનને સૈન્યને સુખ આપનારી ધ વૃત્તિની પેઠે સંગ્રામની વાત થઇ. ધન્ય એવા ઉદાયન રાજા સંગ્રામ કરવાના રથ ઉપર બેઠા અને તુરત રણતુર (યુદ્ધના વાજીંત્રા) વાગ્યાં. પછી ઉદાયન રાજાને ન જીતી શકાય એવા જાણી ચંડપ્રદ્યોતન રાજા પોતાના અનિલવેગ નામના ઉત્તમ હસ્તિ ઉપર બેઠા. ચંડપ્રધાતન રાજાને હસ્તિ ઉપર બેઠેલા જોઈ ઉદાયન રાજાએ કહ્યું. “ અરે અધમ ! તું ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાલેા થયા છતા સમર્થ થયા નહીં. એમ કહી ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનના હસ્તિને ચારે બાજુએ ભમાવી સર્વ પ્રકારના અભિસારથી યુદ્ધ આરંભ્યું, તેમાં તેણે સાયના સમાન તીક્ષ્ણ માણેાએ કરીને ચડપ્રદ્યોતનના મુકુટને તથા અનિલવેગ હસ્તિના ચરણને વિધી નાખ્યા. સર્વ અંગાને વિષે પ્રસરતી ખાણુની અતિ પીડાથી બહુ કષ્ટ પામેલેા હસ્તિ કાંઇ પણ જવા સમર્થ થયા નહીં તેથી તે ત્યાંજ પડી ગયા તુરત ઉદ્યાયન ભૂપતિ ચ'ડપ્રદ્યોતનને હસ્તિ ઉપરથી નીચે પાડી, હાથવતી પકડી, બાંધી અને પેાતાના સૈન્ય પ્રત્યે લાન્યા. ત્યાં તેણે ચંડપ્રદ્યોતનના કપાલમાં “તું મ્હારી દાસીના પતિ થયા છે. ” એવા આત્મપ્રશસ્તિના અક્ષર કરાવ્યા. પછી ઉદાનય રાજા ચડપ્રદ્યોતનને પેાતાના સેવક સમાન બનાવી પેાતે ઉજ્જયની નગરી પ્રત્યે તે દિવ્ય પ્રતિમા લેવા માટે આન્યા. ત્યાં તે દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી, પૂજન કરી લેવા માટે ઉપાડવા ગયા પરંતુ પર્વતની પેઠે તે પ્રતિમા જરા પણ ચલાયમાન થઈ નહિ. તેથી વિદ્યુન્ગાલી દેવતાએ બનાવેલી તે પ્રતિમા પ્રત્યે ઉદાયન રાજાએ કહ્યુ કે “ હે સ્વામિન ? શું હું અભાગ્યવાન છું જે આપ મ્હારી નગરી પ્રત્યે નથી પધારતા ? આ વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવતાએ કહ્યું “ હે ઉદાયન ! શાક ન કર કારણકે ત્હારા નગરને વિષે રજોવૃષ્ટિથી સ્થળ થવાનું છે. માટે હું ત્યાં નહિં આવું. ” અધિષ્ઠાયક દેવતાની આવી આજ્ઞાથી ઉઠાયન પેાતાના નગર તરફ વિદાય થયા. રસ્તામાં તેના પ્રયાણને રોકી રાખનારી વૃષ્ટિ થઇ, તેથી તેણે ત્યાંજ ઉત્તમ નગર વસાવી છાવણી નાખી. કહ્યું છે કે જ્યાં રાજાએ નિવાસ કરે ત્યાંજ નગર જાણવું. સાથેના દશ રાજાએ પણ રક્ષણ માટે ધુળના કોટ કરી ત્યાં રહ્યા જેથી તે છાવણી દશપુર નામે પ્રસિદ્ધ નગર થયું. ઉદાયન રાજા ચડપ્રદ્યોતનને ભાજનાર્દિક વડે જાણે પોતાના આવાજ ક્ષત્રિય ધર્મ હોયની ? એમ પોતાનું ખલ દેખાડતા હતા.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy