________________
(૨૦)
શ્રી ગહમિડલવૃત્તિ ઉત્તરદ્ધ. સંસારથી નિસ્તાર છે એ દીક્ષા વિના થતું નથી. ” ધન્યકુમારે ફરીથી કહ્યું. “જે એમ છે તે મને ઝટ દીક્ષા આપે. હે સ્વામિન્ ! જ્યાં સુધીમાં સ્નેહથી દીન થએલી હારી માતાને સંતોષ પમાડી હું અહીં આવું ત્યાં સુધી આપ મહારા ઉપર દયા કરી અહિયાંજ રહેજે.” આમ કહી ધન્યકુમારે પ્રભુને નમસ્કાર કરી અને પિતાને ઘરે જઈ મધુર વચનથી માતાને સંતોષ પમાડી. પછી વૈરાગ્યથી ઉછળતા સદ્ભાવવાળા તેણે માતાએ કરેલા મહોત્સવ પૂર્વક પ્રભુ પાસે દીક્ષા દીધી. વલી આ વખતે ધન્યકુમારે પ્રભુની પાસે નિરંતર છઠ્ઠના પારણે આંબિલ કરવાને અભિગ્રહ લીધે અને પ્રભુને કહ્યું કે “હે સ્વામિન્ ! સંસારના તાપને નાશ કરનાર આ હારે અભિગ્રહ જીવિતપર્યત છે.” એમ કહીને તે ચારિત્રને પાલવા લાગે.
એકદા શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછયું કે “હે તીર્થનાથ ! હમણાં આ સાધુઓમાં અધિક તપવાલે કોણ છે ? પ્રભુએ કહ્યું. “નિષ્કપટ વૃત્તિવાળ અને પુણ્યાત્મા એ આ ધન્યમુનિ, જેવું ઘોર તપ કરે છે, તેવું બીજે કઈ સાધુ કરતું નથી. જેવું તેનું ગ્રહવાસમાં લેકેત્તર રૂપ હતું તેવી તેની સંપત્તિ પણ લોકોત્તર હતી. ” શ્રી અરિહંત પ્રભુના મુખથી તે ધન્યમુનિના તપ, રૂપ અને સંપત્તિની પ્રશંસા સાંભલી દેવ, દાનવ અને મનુષ્યની સભા બહુ હર્ષ પામી. શ્રી. શ્રેણિક રાજા પણ હર્ષ પામતે છત આદરથી શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા લાગ્યું. પછી ધર્મને વિષે અધિક સ્થાપન કરેલી બુદ્ધિવાલા શ્રેણિક રાજા, પિતાના ચિત્તમાં ધન્યમુનિના ગુણેને સંભારતે છતે પિતાના ઘર પ્રત્યે ગયો. પછી ત્રણલેકે નમસ્કાર કરેલા શ્રી વર્તમાન સ્વામી ભવ્ય લેકેને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાનકે વિહાર કરી ગયા.
અગીયાર અંગના જાણ ધન્યમુનિ, નવ માસ પર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધ દેવલોકે ગયા. જેને યુવાવસ્થામાં પોતાની માતાએ હેટી રદ્ધિથી બત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ પરણાવી, જે પોતાના સસરા પાસેથી હસ્તમેળાપ વખતે બત્રીશ કોડ દ્રવ્ય પામે છેવટે જે સંયમ લઈ સાલવી આ દેવતા થયા તે ધન્યમુનિની હુ સ્તુતિ કરું છું.
'श्री धन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण.
सो जयउ सीअलसूरी, केवलनाणीण भाणिजाण
दितेण भाववंदण-मुवजिअं केवलं जेण ॥ १२९ ॥ - જેમણે કેવલજ્ઞાની એવા પિતાના ભાણેજેને દ્રવ્ય વદન કરવાથી કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. તે શ્રી શીતલાચાર્ય જયવંતા વર્તો. ૧૨૯ છે