________________
શ્રીમતી સહિણીને સંબધ.
(૧૮) ગધેડી અને ગાય થઈ. એક દિવસ તે ગાય, પર્વત શિખરના માળે પડી હતી એવામાં તે ગાયે મુનિએ આપેલા નમસ્કાર મંત્રને સાભળ્યો. તે મંત્રના પ્રભાવથી શાંત ચિત્તવાલી ગાય મૃત્યુ પામી પણ બાકી રહેલા કુકર્મના પાપથી તું દુર્ગધા નામે એક પુત્રીપણે ઉત્પન્ન થઈ.” મુનિનાં આવાં વચન સાંભળી જાતિસ્મરણજ્ઞાન પામેલી, નેરકાદિની પીડાને સાક્ષાત્ દેખતી, અત્યંત ભય પામેલી કંપતી દીન થઈ ગએલા નેત્રવાળી, કરમાઈ ગએલા મુખવાળી, સુકાઈ ગએલા કંઠવાળી અને ભયથી વિહુવલ બનેલી તે દુર્ગધા હાથ જોડીને ગુરૂને કહેવા લાગી.
હે સ્વામિન્ ! હું બહુ ભય પામી છું માટે આ દુ:ખસમૂહથી હારે ઉદ્ધાર કરે. વળી ફરીથી હું તેવાં દુ:ખ ન પામું તેમ પણ કરે.” પછી દયારૂપ અમૃતના સમુદ્ર એવા તે અમૃતાસવ નામના મુનિએ, તેણના પાપને ઉચ્છેદ કરવા માટે મધુર સ્વરથી કહ્યું. “હે વત્સ! ત્યારે રોહિણી નામના નક્ષત્રને વિષે નિરંતર સાત વર્ષ પર્યત વિધિ પ્રમાણે ક્ષણ (ઉપવાસ) કરવું. આ વ્રત કરવાથી આવતે ભવે કૃષ્ણ ને લક્ષ્મીની પેઠે તું અશોકચંદ્ર ભૂપતિની સ્ત્રી રોહિણી નામે થઈશ. તે ભવમાં તું શંકરહિતપણે દીર્ઘકાળ પર્યત ભેગો ભેગવી તેમજ શ્રી વાસુપૂજ્ય સ્વામીની સેવાથી પતિ સહિત મુક્તિ પામીશ. ત્યારે રોહિણી તપનું ઉદ્યાપન ઉત્સવ પૂર્વક કરવું. તે નીચે પ્રમાણે દર્શાવે છે –
વૃક્ષ ઉપર રોહિણી અને અશોક ભૂ પતિ સહિત શ્રી વાસુપૂજ્યવામિની ઉત્તમ ભાવાલી મૂર્તિ કરવી. તેમની આગળ પ્રાણાતિપાત વર્જીને શ્રી વાસુપૂજ્ય સ્વામિને સમાત્રમહત્સવ કરી તે પ્રભુનું સુગંધિ ચંદન, પુષ્પ, સુવર્ણ અને મણિ વિગેરેથી પૂજન કરવું. પ્રભુની પાસે ફળ નૈવેદ્ય ચોખા વિગેરે મૂકવું તેમજ ગીત નૃત્યાદિકથી પ્રભાવના કરવી. સાધર્મિકોની વસ્ત્રાભૂષણ તથા ભેજન વડે ભક્તિ કરવી. હીન જનેને દયાદાન આપવું. પાત્રને વિષે ભક્તિથી શક્તિ માફક દાન આપડ્યું. પિતાના દ્રવ્યથી જૈન પુસ્તક લખાવવાં.” હે વત્સ! વિધિથી વ્રત કરવા વડે તું દુઃખથી મૂકાઈ જઈને ઉત્તમ ગંધવાળી રાજપત્ની થઈશ.”
આ તપ પૂર્વે કોઈએ કર્યું છે? જે કેઈએ કર્યું હોય તે જ્ઞાનવંત એવા આપ તે અમને કહો?” એમ દુર્ગધાએ પૂછ્યું એટલે ઉત્તમ પુષ્ટ બુદ્ધિવાળા મુનિએ સંસારના કલેશને નાશ કરનારી વાણી કહી.
(અમૃતાસવ મુનિરાજ દુર્ગધાને કહે છે કે, આ ભરતક્ષેત્રમાં શકટીલ નામના દેશને વિષે પૂર્વે લક્ષમીના નિવાસ સ્થાન રૂપ સિંહપુર નામે નગર હતું ત્યાં બહુ યશસમૂહથી પૃથ્વીને ઉજવલ કરનાર અને બહુ રાજસમૂહને ક્ષય કરનારો સિંહસેન નામે રાજા રાજ્ય કરતા હતા. જેણએ પિતાના શીલગુણથી સ્ત્રીઓમાં નિત્ય મુખ્ય પદ મેળવ્યું હતું એવી તેને કનકના સમાન મનહર કાંતિવાળી કનકપ્રભા નામે સ્ત્રી હતી, તેઓને દિવ્ય રૂપવાળે પણ દુર્ગધ શરીરવાળે એક પુત્ર હતા. જેથી