SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) શ્રી પ્રષિમંડલ કૃતિ ઉત્તરાદ્ધ. વાળી સે દુર્ગધા ધર્મકાર્યમાં તત્પર થઈને માતાની પાસે જ રહેવા લાગી. એકદા તે નગરીમાં જ્ઞાનામૃતના સમુદ્ર રૂપ મહા ઉદયવંત અમૃતાસવ નામના મુનિ આવ્યા. મુનિનું આગમન સાંભળી ધનમિત્ર શ્રેણીના કહેવા ઉપરથી વસુપાળ ભૂતિ, પિતાના અંત:પુસહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં ભૂપતિ, મુનિને નમસ્કાર કરીને બેઠે એટલે મુનિરાજે યુક્તિપૂર્વક ધર્માધર્મની ગતિ રૂપ જીવવિચાર સ્પષ્ટ રીતે કહે. પછી દુર્ગધાએ પિતાના દુર્ગધનું કારણ મુનિરાજને પૂછયું એટલે તેમણે કહ્યું કે: આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારની સંપત્તિથી ભરપૂર એ સરાષ્ટ્ર નામે દેશ છે તેમાં સર્વ નગરના આભૂષણ રૂ૫ ગિરિપુર (જુનાગઢ) નામે નગર છે. તે નગરની પાસે ગિરિનાર નામે મહેટે પ્રખ્યાત અને ઉચે પર્વત આવેલ છે. જેનું મન નિરંતર શ્રી અરિહંતના ધર્મ રૂપ કમળને વિષેજ રમતું હતું એ પૃથ્વીપાલ નામે પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને પ્રેમના પાત્ર રૂ૫ અને મનહર કાંતિવાળી સિદ્ધમતિ નામે સતી સ્ત્રી હતી. તે હંમેશાં પતિના દાક્ષિણ્યતાથી બિનધર્મને વિષે બુદ્ધિ રાખતી હતી. એકદા પૃથ્વીપાલ ભૂપતિ, અંત:પુરસહિત ઉદ્યાનમાં કીડા કરવા જતા હતા, એવામાં તેણે ગિરિનાર પર્વતથી નગરમાં જતા એવા ધર્મચિ નામના મુનિને દીઠા, તેથી તેણે પ્રિયાને કહ્યું કે “આ એક માસના ઉપવાસી મુનિને પારણું કરાવી તું ઝટ આવજે, અમે ધીમે ધીમે જઈએ છીએ.” રાજાની આવી આજ્ઞાનો ભંગ કરવાથી ભય પામતી પણ પિતાની ઈચ્છાને ભંગ થવાથી મનમાં બહુ ક્રોધાતુર થએલી તે રાણી સિદ્ધમતિ, મુનિને પારણું કરાવવા માટે પિતાના ઘર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણુએ કોઈને માટે કડવું તુંબડુ પકવી રાખ્યું હતું તે દાસી વિગેરે બીજા માણસોએ ના કહા છતા બીજા ભઠ્ય પદાર્થોની સાથે મુનિને વહરાવ્યું. ધરૂચિ મુનિ પણ ગુરૂએ ના કહ્યા છતાં જો ઉપર દયા ભાવથી તે સર્વ કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા, અને પછી તેમણે અનશન કર્યું. કડવું તુંબડુ ઉદરમાં પરિણમ્યું એટલે અત્યંત પીડા પામેલા તે ધર્મરૂચિ વિશુદ્ધ અધ્યવસાયથી અંતકૃત કેવળી થઈ મોક્ષ પામ્યા. પૃથ્વીપાલ ભૂપતિને આ વાતની ખબર પડી જેથી તેણે ક્રોધથી સિદ્ધમતિનું સર્વ વસ્ત્રાભરણદિ લઈ તથા તેણુના ગળે સરાવલાને હાર પહેરાવી તેણીને નગર બહાર કાઢી મૂકી. પછી પછી ઉદંબર નામના કેઢથી ગળતા શરીરવાળી અને છેદાઈ ગયા છે કાન તથા નાક જેણના એવી તે સિદ્ધમતિ મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને અનુક્રને અસંખ્ય દુઃખસમૂહથી બળતી એવી સાતે નરકમાં ફરી. પછી કુતરી, સાપણ ઉંટડી, ભુંડણી, ઘોલી, જળ, ઉંદરડી, કાગડી, બીલાડી,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy