SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ અવહીલના કરી છે તે આપે ક્ષમા કરવી. પ્રસન્ન એવા મહર્ષિઓ, પિતાને અપરાધ કરનારા ઉપર પણ કઈ વખતે પીડા કરતા નથી.” મુનિએ કહ્યું. “મહારા ચિત્તમાં પહેલો જરા પણ ક્રોધ નહોતે, હમણાં પણ નથી અને હવે પછી પણ થવાને નથી. હારી વૈયાવચ્ચ કરનારા યક્ષે આ પ્રમાણે તમારા શિષ્ય વિગેરેને હણ્યા છે, મેં નથી હણ્યા.” પછી મુનિરાજના ગુણથી હર્ષિત થએલા ઉપાધ્યાયાદિ પુરૂષ કહેવા લાગ્યા. “વિશ્વને પવિત્ર કરનારા હે મહર્ષિ! રાગ દ્વેષના વિપાકને તથા જિનેશ્વર પ્રભુએ કહેલા સાધુ પુરૂષના ધર્મને વિશેષ જાણનારા અને ભવને પાર પામેલા તમારા જેવા પુરૂષ કેપ કેમ કરે ? અર્થાત ન કરે. હવે પછી અમે પણ અમારા સર્વ સ્વજને સહિત શરણ કરવા એગ્ય તમારા ચરણનું શરણું અંગીકાર કરીએ છીએ. વળી અમે તમારું પૂજન કરશું. આપ આ નાના પ્રકારના શાકયુક્ત ભેજન સ્વીકારીને ભક્ષણ કરે.” પછી અભિગ્રહને ધારણ કરનારા મુનિએ માસખમણને પારણે તે વિ ઉપર અનુગ્રહ કરવા માટે ઉત્તમ અન્ન અંગીકાર કર્યું. આ વખતે દેવતાઓએ યજ્ઞમંડપમાં સુગંધી જલને વર્ષાદ અને સુવર્ણવૃષ્ટિ કરી એટલું જ નહિ પણ આકાશમાં દેવદુંદુભિના શબ્દ પૂર્વક “અહે દાન, અહી દાન” એ નિર્દોષ કર્યો. વિસ્મય પામેલા બ્રાહ્મણે કહેવા લાગ્યા કે “માણસેને વિષે પવિત્ર એવા તપનું જ વિશેષ અદ્દભૂત માહાઓ છે, જાતિમહાતમ્ય નથી. આ હરિકેશબલ મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા છે પણ એ મુનિરાજના તપનું જ આવું અદ્દભૂત માહાભ્ય પ્રગટ થયું. પછી બ્રાહ્મણને શાંત ચિત્તવાળા થએલા જાણી તત્વના જાણે એવા હરિકેશ મુનિએ તેમના હિતને અર્થે કહ્યું. હે બ્રાહ્મણે! તમે યજ્ઞ કર્મ કરતા છતાં જળવડે જે બાહાશુદ્ધિ કરે છે તે સારૂં નથી. વળી તે મૂખ ! કુશ કાષ્ઠાદિને ગ્રહણ કરતા, યજ્ઞાદિ ક્રિયા કરતા અને સાયંકાલે જળ સ્પર્શ કરતા એવા તમે શા માટે પાપ વહોરી લે છે?” મુનિનાં આવાં વચનથી યજ્ઞકાર્ય પ્રત્યે થએલી શંકાવાળા બ્રાહ્મણોએ તેમને યજ્ઞનું સ્વરૂપ પૂછયું. “હે ભિક્ષુ ! અમે શી રીતે વતીએ, શી રીતે યજ્ઞ કરીએ અને શી રીતે પાપ કર્મને ક્ષય કરીએ ? કુશલ પુરૂષે યજ્ઞમાં સારી રીતે હામેલું હોય તે બહુ શ્રેયકારી કહે છે તે એ શી રીતે સમજવું ?” બ્રાહ્મણોએ આવી રીતે પૂછયું એટલે મુનિએ તેમના હિતને અર્થે કહ્યું. હે વિપ્ર ! તમે ષજીવકાયની હિંસા ત્યજી દઈ, મૃષાવાદ તથા અદત્તાદાન છેડી દઈ તેમજ કષાય તથા સ્ત્રી વિગેરે પરિગ્રહનું પચ્ચખાણ કરી આત્મા શુદ્ધિને અર્થે આચરણ કરે. પાંચ સંવરથી વ્યાસ તેમજ અસંયમ તથા જીવિતને નહિ ઈચ્છતે એ હું જેવી રીતે કાયાને સિરાવી નિરંતર યજ્ઞ કરું છું તેમ તમે પણ યજ્ઞ કરે. બ્રાહ્મણે એ ફરી પૂછયું. “હે મુનીશ્વર ! તે યજ્ઞમાં અગ્નિ કયે જા
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy