SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૪) શ્રી અમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. હેવાથી તે શેરીમાં કેઈ જવા સમર્થ થતું નહીં અને જે જાય તે નિચે મૃત્યુ પામે. આવા કારણથી લેકમાં તે શેરીનું નામ “હુતવહરચ્યા” એવું નામ પડયું હતું. કહ્યું છે કે જે જેવા સ્વભાવનું હોય, તેવું તેનું ઘણું કરીને લેકમાં નામ પડે છે. મુનિએ “આ શેરીમાં જઈ શકાય છે?” એમ પૂછયું એટલે પુરેહિતના પુત્ર ઉત્તર દીધું કે “હા, સુખે જઈ શકાય છે.” પછી શેરીમાં જતા એવા સાધુના તપપ્રભાવથી તે શેરી શીતલ થઈ ગઈ. એ ઉપરથી પ્રતિબંધ પામેલા પુરેહિતપુત્રે દીક્ષા લીધી પછી જાતિમદ અને કુલમદ કરતે એ તે પુરોહિત પુત્ર મુનિ, મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા અને ત્યાં નિરંતર અસંખ્ય સુખો ભેગવવા લાગે. ગંગા નદીને કાંઠે બલકેદ અટકવાલા ચાંડાલો વસતા હતા. એઓને બલકેદ નામને ઉત્તમ બુદ્ધિવાળો અધિપતિ હતા. તેને ગેરી અને ગાંધારી એવા નામની બહુપ્રિય બે સ્ત્રીઓ હતી. પેલે પ્રધાનના પુત્રને જીવ જે સ્વર્ગમાં દેવતાપણે રહ્યો હત, તે ત્યાંથી ચવીને ગરીના ઉદરને વિષે અવતર્યો. ગૌરી સ્વપ્નામાં વસંતઋતુને વિષે પ્રકુલ્લિત થએલા આમ્ર વૃક્ષને જોઈ જાગી ગઈ. તેણીએ પિતાના સ્વપ્નાની વાત બલકેદપતિને હર્ષપૂર્વક નિવેદન કરી. બલકેદે સ્વપ્ન પાઠકને બેલાવી સ્વપ્નાની વાત પૂછીને પ્રિયાને ઉત્તમ પુત્રના ફલને સૂચવનારે તે સ્વપ્નવિચાર કર્યો. સમય પૂર્ણ થયે ગારીને શુભ દિવસે પુત્ર જનમ્યું. તે પુત્ર પૂર્વ ભવે કરેલા જાતિમદ અને કુલમદ રૂપ કર્મથી કાળે, કુરૂપવાળો અને સ્વરવાળે થયે. માતાપિતાએ તેનું મહેત્સવપૂર્વક “બલ” એવું નામ પાડયું. અનુક્રમે તે પુત્ર ક્રોધી અને અત્યંત કલેશપ્રિય થયે તેથી તેને સ્વજનેએ (મિત્રએ) પિતાના સમૂહથી કાઢી મૂક્યું. એટલે તે હંમેશા એકલે રહેવા લાગ્યો. અહો ! ક્રોધનાં ફલ કેવા આશ્ચર્યકારી છે? એકદા તે ચાંડાલના બાલકે એકઠા થઈ મદિરાનું પાન અને માંસનું ભક્ષણ કરતા હતા. બલ તેઓના મધ્યે ન જઈ શકવાથી દૂર રહેલ હતે. એવામાં એક સાપ નિકલે તેને પેલા ચાંડાલના બાલકોએ “આ સાપ ઝેરી છે” એમ કહીને મારી નાખ્યા. વળી થોડીવાર થયા પછી ત્યાંજ એક અલસીયું નિકલ્યું. ચંડાલના બાલકેએ તેને “આ ઝેરરહિત છે.” એમ કહી જવા દીધું. બલ, આ સર્વ તમાસો ઉભે ઉભે જેતે હતું, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે સર્વ પ્રાણીઓ કેવલ પિતાના દોષથીજ કલેશ પામે છે અને નિરંતર પિતાના દેષને જેના પુરૂષ સુખી થાય છે માટે વિવેકી પુરૂષે આ ગાથા કહી છે भदएणेव होअव्वं, पावइ भद्दाणि भद्दओ॥ सविसो हम्मई सप्पो, भेरुंडो तत्थ मुच्चई ॥१॥ દરેકે ભદ્રપ્રકૃતિવાળી થવું. ભદ્રક હેય તે કલ્યાણને પામે. જેમ વિષવાળે સપે માર્યો અને અલસીયું મુકી દિધું.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy