SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬ ) શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરાન * श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा આ ભરત ક્ષેત્રમાં ચંપાપુરીને વિષે રાજતેજથી દેદીપ્યમાન એવા દિધવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને દેવાંગના સમાન ઉત્તમ રૂપવાલી સંપત્તિથી સર્વને પરાભવ કરનારી અને પ્રેમના પાત્ર રૂપ અભયા નામની શ્રેષ્ઠ પત્ની હતી. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા ઋષભદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને અરિહાદાસી નામે સ્રી તથા સુભગ નામના પશુપાલ ( ગાય ભેંસ વિગેરે પદ્મનું રક્ષણ કરનારા ગાવાલ ) હતા. એકદા શિયાલામાં ઉત્તમ બુદ્ધિવાલા તે સુભગ, પેાતાની ગાયાને ચરાવી સાંજે વનમાંથી નગરી પ્રત્યે આવતા હતા એવામાં તેણે માર્ગમાં જિતેન્દ્રિય, જોવા ચૈાગ્ય શરીરવાલા, વસ્ત્ર આઢયા વિનાના કોઇ એક મુનિને કાયાત્સગે રહેલા દીઠા. સુભગ આસન્નસિદ્ધિ જીવ હાવાથી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યું. કે— હવણાં મહા દારૂણ તાઢ પડે છે તેા આ મુનિ એ પ્રાણના નાશ કરનારી તાઢને રાત્રીએ શી રીતે સહન કરશે. હા હા ! મેં પૂર્વભવને વિષે કાંઈપણ સુકૃત કર્યું નથી જેથી આ ભવમાં નિત્ય પારકા ઘરને વિષે દાસપણું કરૂં છું. માટે ચાલ હવણાંજ આ કાંખલા વડે એ મહા મુનિના શરીરને ચારે તરફથી એઢાડી હું મ્હારે ઘરે જાઉં અને કાલે સવારે પાઠે આવી તે કાંખàા લઈ લઈશ. પણ “ એ મુનિ દયાપણાથી આ કાંમલાને અંગીકાર કરશે કે નહીં ? ” આમ વિચાર કરીને તે સુભગ કાંખલાવડે મુનિના શરીરને ચારે તરફ્થી ઢાંકી ભાવના ભાવતા છતા પોતાના ઘર પ્રત્યે ગયા. કામલે પાસે નહિં. હાવાથી જેમ જેમ સુભગને રાત્રીએ વધારે વધારે તાઢ લાગી તેમ તેમ તે મુનિની અનુમેાદના કરવા લાગ્યા. જો કે સુભગે મુનિને કાંબલે આપવાથી બહુજ ઘેાડું પુણ્ય ઉપાયું હતું પરંતુ તેની બહુ અનુમાદના કરવાથી તે પુણ્યને તેણે મેરૂ પર્વત સમાન બનાવી દીધું. પછી સવારે કૃતાર્થ એવા સુભગે તેજ પ્રકારે કાયાત્સગે ઉભા રહેલા મુનીશ્વરને નમસ્કાર કરી જેટલામાં તેમના શરીર ઉપરથી પોતાના કામલાને લઇ લીધે તેટલામાં જાગ્રત થએલા તે મુનીશ્વર “ નમો અરિહંતાળ ” એ પદના ઉચ્ચાર કરી ઉત્તમ પક્ષીની પેઠે આકાશમાં ઉડી ગયા. પછી સુભગ વિચાર કરવા લાગ્યા “ નિશ્ચે એ મહાત્માએ દયાથી મને સક્ષેપડે આકાશ ગામિની વિદ્યા આપી. માટે હવે હું સાવધાનપણે એ વિદ્યાને ભણું જેથી તે વિદ્યા મને પણ કાલે કરીને નિશ્ચે સિદ્ધિ આપશે ” પછી નિર'તર નવકારના આદિ પદને વારંવાર ઉચ્ચાર કરતા સુભગને સાંભળી શ્રેષ્ઠીએ તેને હર્ષોંથી હ્યુ, “ મનેાહર આકૃતિવાલા હૈ સુભગ ! તું સર્વ મનેરથ પૂર્ણ કરનારા આ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy