SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિતલીપુત્ર મુનિવર અને જિતશત્રુ રાજા તથા સુબુદ્ધિ મીની કથા. (૧૩) રાજાએ કાઢી મૂક્યો અને બીજે તેવું પ્રધાન પદ ન મલવાથી મંત્રીએ દીક્ષા લીધી એ લેકમાં હારે અપવાદ ન થાય.” પછી દેવતાએ કનકધ્વજ રાજાને શાંત કર્યો તેથી તે ભૂપતિ તુરત નેહથી પ્રધાન પાસે આવી ક્ષમા માગવા લાગ્યું. ભૂપતિએ પધાનને પટ્ટહસ્તિ ઉપર બેસારી અને પોતે છડીદાર થઈ જ્હોટા મહોચ્છવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. આ અવસરે મંત્રીને પ્રાપ્ત થએલા અખંડ વૈરાગ્યના રંગથી પિફ્રિલાના જીવ રૂપ દેવતાએ પણ મટે ઉત્સવ કર્યો. પછી મહા કષ્ટથી કનકધ્વજ ભૂપતિની આજ્ઞા લઈ તેતલિસુત પ્રધાને સાવદ્ય યોગનું પચ્ચખાણ કર્યું અને ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે અભ્યાસ કરેલા ચદ પૂર્વને સ્મરણ કરતા તેમણે ચારિત્ર લીધું. અનુક્રમે તે મહામુનિ કેવલજ્ઞાન પામ્યા. જેથી દેવતાઓએ તેમને કેવલમહોચ્છવ કર્યો. તેતલિસુત મહામુનિએ તેતલિ નામનું અધ્યયન બનાવી કનકધ્વજ ભૂપતિને શીધ્ર શ્રાવકધમી બનાવ્યું. પછી પૃથ્વી ઉપર બહુ કાલ પર્ય પોતાના વિહારથી અનેક ભવ્ય જનને પ્રતિબંધ પમાડી તેતલિસ્ત મુનિ ઉત્કૃષ્ટ એવા અક્ષય પદને પામ્યા. સમૃદ્ધિથી સ્વર્ગની હરિફાઈ કરનારા તેતલિપુર નગરમાં શ્રી પિફ્રિલાના જીવરૂપ દેવતાએ ઉત્કૃષ્ટ રીતે પ્રતિબંધ પમાડેલો, ઉત્તમ બુદ્ધિવાલે તેતલિસુત પ્રધાન, સંસારને બંધ કરનારા સાવદ્ય ગોનું પચ્ચખાણ કરી, દીક્ષા લઈ અને પૃથ્વી ઉપર વિહાર કરવાથી સર્વ ભવ્ય જનને પ્રતિબંધ પમાડી મુક્તિરૂપ લક્ષ્મીને પામ્યા. 'श्रीतेतलिपुत्र' नामना मुनिवरनी कथा संपूर्ण जिअसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि ॥ ते दोवि समणसीहा, सिद्धा इक्कारसंगधरा ॥ ९७ ॥ સુબુદ્ધિ મંત્રીના વચનથી જિતશત્રુ રાજા ઉદકના દ્રષ્ટાંતને વિષે પ્રતિબોધ પામ્યું. પછી તે બન્ને જણ દીક્ષા લઈ એકાદશાંગીના ધારણહાર થઈમેક્ષપદ પામ્યા પાછા ____* श्रीजितशत्रु नृपति अने सुबुद्धि मंत्रीनी कथा - આ ભરત ક્ષેત્રમાં જાણે અમૃતના મોદથી હર્ષિત એવા દેવતાઓને પ્રિય એવી અમરાવતી હોયની? એવી ચંપા નામે મહાપુરી છે. ત્યાં મહા પ્રભાવવાલે જિત શત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રેમવાળી તથા ગુણના પાત્રરૂ૫ ધારિણી નામે સ્ત્રી અને અદીતશત્રુ નામે યુવરાજ હતું. એ રાજાને સર્વ રાજ્યની દેખરેખ રાખનારે, ઉત્તમ બુદ્ધિવાલે, શ્રમણને ઉપાસક અને ઉત્કૃષ્ટપણે તત્વને જાણ એ સુબુદ્ધિ નામે પ્રધાન હતા. પુરીની પાસે એક ખાઈ હતી તેમાં પક્ષી વિગેરેનાં કલેવરથી વ્યાસ, માંસ, ચરબી, રૂધિર, પાચાદિના સમૂહથી ભરપૂર, ખરાબ દેખાવવા, ખરાબ રસ અને ગંધથી નિંદ્ય, અને જેવા માત્રમાંજ દુઃખકારી એવું જળ હતું. એકદા જિતશત્રુ ભૂપતિએ ભજનમંડપમાં સરસ આહારનું ભજન કરી પિતાના સેવકને કહ્યું. “આહા! આજે જન્મેલા ભેજનના વિશ્વને આશ્ચર્યકારી ગંધ,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy