SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રી ગામિડલવૃત્તિ ઉત્તર એવું હિત જાણ્યું. જે તમે ભવાંતરને વિષે બહુ કલેશ આપનારું રાજ્ય મને આપી પિતે શાશ્વત સુખને અર્થે વ્રત લેવાની ઈચ્છા કરે છે. માટે હારે પણ એ દુઃખદાયી મોટા રાજ્યનું કામ નથી. હું તો નિર્વાણના સુખને આપનારું વ્રત અંગીકાર કરીશ.” પછી પુત્રના આવા મહા આગ્રહને જાણ જિતશત્રુ ભૂપતિએ ધર્મરૂચિ પુત્ર સહિત તાપસ વ્રત લીધું. એકદા ચિદશને દિવસે તાપસેએ એવી ઉદષણા કરાવી કે “હે તાપસે ! આજે ભેજન માટે ઉત્તમ એવાં ફેલ કુલ વિગેરે ગ્રહણ કરવાં. કાલે પાપને નાશ કરનારે અમાવાસ્યાને દિવસ છે માટે અતિ સાવધાનપણે અનાકુદ્ધિ કરવી. ફલ પત્રાદિકને નહિ તેડવું તેને વિદ્વાન પુરૂએ અનાદિ કહેલ છે, અને અમાવાસ્યાને દિવસ તે અનાકુષ્ટિ ઉત્તમ મુનિઓએ નિચે કરવી જોઈએ.” પછી ચાદશને દિવસે ફળપત્રાદિકને યેગ્ય સંગ્રહ કરી ધર્મચિ અમાવાસ્યાને દિવસ પિતાના આશ્રમમાં બેઠે હતે. એવામાં તેણે સાધુઓને જતા જોઈ કહ્યું કે “હે ભક્તો ! આજે તમારે અનાકુષ્ટિ નથી?” સાધુઓએ! “અનાદિ અહિંસા કહેવાય છે. અને તે અમારે જાવજીવ પર્યત છે.” એમ કહ્યું. એટલે તે ધર્મરૂચિ અનાકુદ્ધિને વિચાર કરવા લાગે. એટલામાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી ઉત્તમ બુદ્ધિવાલે તે કાર્યજ્ઞ ધર્મરૂચિ જૈન દિક્ષા લઈ પ્રત્યેક બુદ્ધ થઈ અનુક્રમે કર્મ ક્ષય થવાથી સિદ્ધ થયે. પિતાની માતાના મુખકમળથી નરકદાયી રાજ્યને જાણી પિતાની સાથે તાપસી દીક્ષા લેનારો ધર્મચિ સાધુના મુખથી “અમારે જાવજીવ પર્યત અનાકુદિ છે” એવું વચન સાંભલી પ્રતિબંધ પામીને જેની દીક્ષા લઈ સિદ્ધિપદ પામે તે ધરૂચિ મુનિની હું સ્તુતિ કરું છું.” શ્રીહરિ’ નામના મુનિવરની ચા સંપૂર્ણ पुक्खलवईइ पुंडरगिणी य, राया अहेसि महपउमो ॥ चउदसपुव्वी संलेहणाइ पत्तो महामुके ॥ ९५ ॥ પુલાવતિ વિજયને વિષે પુંડરકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા, તે દીક્ષા લઈ ચાદ પૂર્વ ધારણહાર થઈ અને સંલેખનાથી મૃત્યુ પામી મહાશુક નામના દેવલેકમાં દેવતા થયે. तत्तो तेअलिपुत्तो, वयणेणं पुट्टिलाइ जाइसरो ॥ केवलनाणी भासइ, तेअलिनाम सुअज्झयणं ॥ ९६ ॥ પછી મહાશુક્ર દેવલોકથી આવી તે મહાપત્રને જીવ તેતલિ પુત્ર થયે. તે ભવમાં પણ તે પિતાની દિલા સ્ત્રીના વચનથી જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષાથી કેવલશાની થઈ તેમણે તેતલિ. નામે શ્રાધ્યયન રચ્યું છે ૯૬
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy