________________
(૨)
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવું જોઈએ. જ્યારે પણ એવું નથી સંભળાયું જે કઈ પુરૂષે પરભવથી આવીને પિતાના પુણ્ય પાપનું ફલ કોઈની આગળ કહ્યું. માટે હે મુનિ ! નિશ્ચય આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વલી બીજું પણ એ કે એકદા મેં કે એક પાપી પુરૂષને જીવતે છિદ્ર વિનાની પેટીમાં ઘાલે, તે તેમાં જ મૃત્યુ પામ્યું. હે મુનિ ! જે જીવ હોય તે તેને નિકલી જતાં પેટીમાં છિદ્ર કેમ ન પડ્યું? માટે હવે તમે આ વાતમાં કેમ બ્રાંતિ પામે છો? હે મુનિ ! વળી કોઈ દિવસ મેં એક ચારના શરીરના કકડા તલતલ જેવડા કરાવ્યા પરંતુ મેં તેના શરીરને વિષે પણ જીવ દીઠે નહીં. આ પ્રમાણે મેં અનેક દ્રષ્ટાંતે જોઈ નિ:સંદેહપણે હર્ષથી એવો નિશ્ચય કર્યો છે. કે “જીવ નથી જ” આવે તેને મિથ્યા ધર્મોપદેશ સાંભલી કેશિગુરૂએ કહ્યું.
હે રાજન ! તે જે કહ્યું છે તેના સર્વ ઉત્તર સાંભલ, પુણ્ય પાપ કરનારે પરભવે ગએલો જીવ, સુખ દુઃખના તે તે ફલ ખરેખર ભેગવે છે. આમાં મને જરા પણ ભ્રાંતિ નથી. ત્યારે પિતા ન આવે તેનું કારણ સાંભલ. પિતાના પાપે કરીને બેડીની પેઠે દુર્ગતિમાં પડેલે તે, અહિં આવવાને સમર્થ નથી. જેમ દેશાંતરમાં ગએલે દુઃખી માણસ ત્યાં બહુ સુખ પામવાને લીધે પિતાના પૂર્વ સ્થાનને વિષે ન જાય તેમ આ લોકમાં કરેલા પુણ્યના ફલરૂપ અતિ વિષયસુખમાં મગ્ન થએલી હારી માતા અહીં આવતી નથી. વળી છીદ્રરહિત પેટીમાં પૂરેલે માણસ શંખ વગાડે તે તેને શબ્દ બહાર સંભલાય છે, તેવી જ રીતે પેટીમાં કરેલા ધૂપને સુગંધ પણ બહાર આવે છે તે તેનું શું કારણ હોવું જોઈએ? કારણ પેટીને છીદ્ર તો કયાંઈ દેખાતું નથી. હે રાજન! પેટીને અતિ સૂક્ષ્મ છીદ્રો રહેલાં હોય છે તેથી જ તે શબ્દ સંભળાય છે અને ધૂપને વાસ આવે છે. તેવી જ રીતે અમૂર્ત પણાથી જીવનું આવવું જવું દેખાતું નથી. હે ભૂપ! તે ચોરનું શરીર તલ તલ પ્રમાણ છેદી નાખ્યું પરંતુ જીવ દીઠે નહીં તેને સત્ય ઉત્તર સાંભલ. જેમ અરણીના કાણમાં, સૂર્યકાંત મણિમાં, ચંદ્રકાંત મણિમાં અને દહીં વિગેરેમાં અગ્નિ, તેજ, જલ અને ઘી વિગેરે ભાવે અનુક્રમે છે તેમજ દેહને વિષે આત્મા રહ્યો છે. જીવ ન હોય તે ગ્રહગ્રહિત પેકે, હું સુખી છું અથવા દુખી છું એમ કોણ લે? માટે જીવ છે એમ નિ જાણું. હે ભૂપાલ! મનુષ્યપણું સરખું છતાં પુણ્ય અપુણ્ય વિના પ્રાણી બહુ સુખ દુઃખને ધારણ કરનારે કેમ હોય તે કહે ?
ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય રૂપ કેશિ સૂરિના ઈત્યાદિ યુક્તિયુક્ત વચન રૂપ કાંતિથી નાશ થયો છે અજ્ઞાન રૂપ અંધકાર જેને એવો તે રાજા પ્રદેશ પ્રબોધ પામીને ફરી કહેવા લાગ્યું કે “હે ભગવન્! મને આપના પ્રસાદથી જીવાદિનું અસ્તિત્વપણું સારી રીતે સિદ્ધ થયું છે. તેમજ હે પ્રભે! આ લેક અને પર લોક છે એમ પણ સિદ્ધ થયું છે. હવે આપ મને નરકરૂપ ખાડામાં પડતાં અવલંબન ૩૫ ધર્મ આપે.” પછી ગુરૂએ તેની યોગ્યતા જાણી તેને શ્રાવક ધર્મ આપે. દી