________________
श्री युगादिदेवाय नमः श्री
श्री ऋषिमंगलवृत्ति भाषांतरसहित. ( ઉત્તરાČ)
-
पडिवोहिअप्पए सिं, केसिं वंदाभि गोअमसमीवे ॥ विलियसंसयवरगं, अंगीकयचरमजिणमग्गं ॥ ४७
પ્રદેશી રાજાને પ્રતિબેાધ આપનારા, ગૈતમ સ્વામી પાસે છેલ્લા (શ્રીવીર) જિનેશ્વરના માર્ગને અંગીકાર કરનારા અને સંશયસમૂહને ટાલી દેનારા શ્રી કેશિ । ગણુધરને હું વંદના કરૂં છું ૫ ૪૬ ૫ વિશેષ વાત કથાથી જાણી લેવી તે આ પ્રમાણે:
કથા.
પેાતાના કુલકમાગત સ્પષ્ટ નાસ્તિક મતને પાષણ કરવામાં ચતુર એવા પ્રદેશી નામના રાજા શ્વેતપિકા નગરીમાં રાજ્ય કરતા હતા. એકદા તે નગરના ઉદ્યાનને વિષે શ્રી પાર્શ્વનાથના મુખ્ય શિષ્ય કેશિગણધર અનેક સાધુએ સહિત સમવસર્યો. સુશ્રાવક મંત્રીશ્વરે પ્રેરેલા મનવાલે તે રાજા, ઉદ્યાનમાં બહુ કાલ ક્રીડા કરીને પછી હષથી કેશિ મુનીશ્વર પાસે ગયા. ત્યાં તે અસમાન રૂપ લક્ષ્મીને ધારણ કરનારા અને સર્વ પ્રકારના સ ંદેહને નાશ કરનારા તે મહા મુનિને જોઈ વિસ્મય પામ્યા છતા તર્કથી ગુરૂને કહેવા લાગ્યું.
“હે સૂરિ! તમે આ સર્વ મૂર્ખ માણસાને ધર્મ, અધર્મ, પરભવ અને જીવ અજીવાદિના કહેવાવડે કરીને શા માટે નિરંતર છેતરે છે ? હું મહાત્મન ! જીવની સિદ્ધિ છતે ધર્મ અધર્માદ્ધિ સર્વ સિદ્ધ થાય છે, પરંતુ જે જીવ છે તે તેનુ કેવું સ્વરૂપ છે અને તેના વર્ણ પણ કેવા છે? જન્મથી આરભીને નાસ્તિક મતનું નિરૂપણ કરનાર મ્હારા પિતા મરવા પડયા ત્યારે મે તેમને પ્રથથીજ કડ્ડી રાખ્યું હતું કે “તમારા માર્ગના દુ:ખનું ફૂલ તમે મને કહેવા આવો.” મ્હારા પિતા મૃત્યુ પામ્યા પરંતુ તેમણે તેનું કાંઇ પણ ફેલ મને દેખાડયું નહિ. એવી રીતે જૈનધર્મ વાલી મ્હારી માતાએ પેાતાના પુણ્યનું લ પણ મને કાંઈ દેખાડયું નહીં. માટે જો આત્મા હાય તે તેણે ખીજા ભવથી અહી આવી પુણ્ય પાપનું સ॰ ફૂલ પોતાના માણુસાને