SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (204) શ્રીૠષિસ'હેલ વૃત્તિ–ઉત્તરાદ્ધ સમય આવ્યેા હતા. હવે પછી શું શું નહિ થાય ? માટે હે જીવ ! તું દુર્ગતિના સ્થાનરૂપ રાગને તજી દે તજી દે. કારણ મૃત્યુ પામવાના સ્વભાવવાળા કયા પુરૂષને ફ્રેન્ચ અને સ્ર વિગેરે પાતાનું થયું છે? * આ પ્રમાણે ભાવના ભાવતા એવા તે ઈલાપુત્રને ઘાતિ કર્મના ક્ષયથી વંશના ઉપરજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તુરત ત્યાં આવેલા દેવતાઓએ તેજ વંશને ઉત્તમ બનાવી તેના ઉપર સુવર્ણના કમલમાં દિવ્ય સિ ંહાસનની રચના કરી. પછી ઈલાપુત્ર કેવલી પંચમુષ્ઠિ લેાચ કરી યતિવેષ ધારણ કરી તે સિંહાસન ઉપર બેઠા. આ વખતે દેવતાએ દુદુભિના નાદ અને હર્ષના શબ્દો કર્યો તેમજ દેવાંગનાઓએ પણ કેવલીનું ગીત ગાતુ કરવા માંડયું. કેવલીએ ઉત્તમ ધર્મ દેશનાના આરભ કર્યો તે જાણીને રાજાદિ મુખ્ય પુરૂષો ત્યાં આવી કેવલીને પ્રણામ કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકનાં ખાર વ્રત આદર્યા અને કેટલાકે શુદ્ધ સમકિત લીધુ. પછી તે ઈલાપુત્ર કેવલી, વિશ્વમાં વિહાર કરી, અનેક ભવ્ય પુરૂષોને પ્રતિાધ પમાડી. સર્વ કર્મના ક્ષય કરી મેાક્ષપુર પામ્યા. પ્રથમજ મ્હાટા શ્રેષ્ઠીના કુલમાં ઉત્પન્ન થઈને નટની પુત્રી જોઈ તેના ઉપર આસક્ત થયા, ત્યાર પછી માતા પિતાને તજી નટ થઈ વશ ઉપર ચડી નૃત્ય કરવા લાગ્યા ત્યાંથી મુનિને જોઇ વૈરાગ્ય પામી ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. તે ઇલાપુત્રની હું સ્તુતિ કરૂં છું. ઇતિ ॥ શ્રી ફળવિ પુત્રની ચા उवसमा ववेग संवरपय- चिंतणवज्जदलिअपावगिरी ॥ સોડુવસનો પત્તો, વિદ્ધાપુત્તો સહસ્સારે ॥ ૮૧ || ઉપશમ, વિવેક અને સંવરના ચિંતવન રૂપ વળે કરીને દલન કરી નાખ્યા છે પાપરૂપ પર્વત જેમણે તથા કીડીઓના ઉપસર્ગને સહન કરનારા ચિલાતિપુત્ર સહસાર નામના આઠમા દેવલાકને પામ્યા. ॥ ૮૯ ૫ चालणिगंपिच भयवं, समंतओ जा कओ अ कीडीहिं ॥ घोरं सरीरवियणं, तहविअ अहिआसए धीरो ।। ९० ॥ ધીર અને સામર્થ્યવાન્ એવા ચિલાતિપુત્રે પેાતાનું સર્વ અંગ કીડીઓએ ચાલણી સમાન કર્યા છતાં તે અસહ્ય શરીરવેદનાને સમ્યક્ વૃત્તિથી સહન કરી. ૫ ૯૦ अडाइझेोहं राइदिएहिं, पत्तं चिल्लाइपुतेण ॥ ટાયેલામમવળ, અપ્પરાળસંઘનું રમ્મૂ | ૧૨ || ચિલાતિપુત્રે અઢી અહેારાત્ર વડે અપ્સરાઓના સમૂહવાળું અને રમ્ય એવુ મ્હાટુ''વિમાન પ્રાપ્ત કર્યું. ॥ ૯૧ ૫
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy