SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Www (૯૪) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ - તે પ્રત્યેક વાવ્યમાં લાખ લાખ પાંખડીવાળાં આઠ આઠ કમળ અને પત્ર પત્રે બત્રિશ બદ્ધ દિવ્ય નાટક દેવ દેવીઓ કરે છે. તે દર છે एगेग कनिआए, वासाय वडिसओ अयइ पउमं । अग्गामहिसीं सद्धिं, उवगिझइ सो तहिं सक्को ॥ ८३ ॥ કમલની એક એક કર્ણિકાને વિષે રચેલા ઉત્તમ મહેલમાં ઇંદ્ર પિતાની અગ્ર મહિષીઓની સાથે ભગવાનના ગુણ ગાય છે. ૮૩ છે एआरिस इटिए, विलग्गमेरावर्णमि दडू हरिं । राया दसन्नभद्दो, निखतो पुनसपइन्नो ॥ ८४ ॥ - આવી મહા લબ્ધિથી ઐરાવત હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રને જોઈને અપૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા દશાર્ણભદ્ર ભૂપતિએ ચારિત્ર લીધું. ૮૪ श्रीदशाणभद्र' नामना राजानी कथा * * દશાર્ણ નામની મહાપુરીને વિષે સર્વ રાજાઓમાં મુખ્ય અને સમુદ્ર સમાન ગંભીર દર્શાણ ભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેના અંત:પુરને વિષે જગતને આશ્ચર્યકારી રૂપવડે સર્વ દેવાંગનાઓને પરાભવ કરનારી પાંચસે સ્ત્રીઓ હતી. દશા ભદ્ર રાજા પિતાના વનથી, રૂપથી, ભૂજપરાક્રમથી અને તેનાથી બીજા સર્વ રાજાઓને તૃણ સમાન માનતા હતા અને તેથી જ ગર્વ રૂપ પર્વત ઉપર આરૂઢ થએ તે ભૂપતિ, ઇંદ્રની પેઠે પિતાના મહેટા રાજ્યને નિરંતર ભેગવતે હતે. આ અવસરે દશાર્ણપુરીની પાસે રહેલા દશાર્ણકૂટ નામના પર્વતને વિષે દેવ મનુષ્યને હર્ષ કરાવનારા શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સિંહાસન ઉપર બેસી શ્રી વિરપ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. વનપાળે પ્રભુના આગમનને જાણ બહુ હર્ષ પામતા છતાં તુરત દર્શાણભદ્ર રાજાને વધામણી આપીને કહ્યું. “હે સ્વામિન્ ! જેમના ચરણકમલની દેવતાઓ સેવા કરે છે તે ત્રણ જગતના પતિ શ્રી વિરપ્રભુ હમણું દશાર્ણકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યા છે વનપાળનાં આવાં વચન સાંભળી મનમાં અત્યંત હર્ષ પામેલા દશાર્ણભદ્ર ભૂપતિએ તેને તુષ્ટિદાનમાં પિતાના અંગનાં આભરણે આપીને વિચાર્યું જે “હું કાલે તેવી મોટી સમૃદ્ધિથી વીર પ્રભુને વંદન કરવા જઈશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કે પણ ગયો નહીં હોય.” આ પ્રમાણે વિચાર કરીને સવારે પ્રભાત સંબંધી ક્રિીયા પૂર્ણ કરી દશાર્ણભદ્ર ભૂપતિએ પર્વત સમાન હજારો હાથીઓને, ઇંદ્રના અશ્વ સમાન લાખે અને સુભટ પુરૂષથી વ્યાસ એવા અસંખ્ય રને અને સુશોભિત વસ્ત્રાભરણ તથા આયુધથી દીપતા કોટી વાલાને તૈયાર કર્યા. વલી ઉત્તમભાવાલી પિતાની પાંચસે રાણીઓને પણ સુખાસનમાં બેસાડી. આવી અદ્ભુત સંપત્તિથી બીજા ભૂપતિઓને
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy