________________
–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : શ્રી શાંતિ જિન–સ્તવન [ ૧૯૭
નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન–સ્તવન
હાલ પહેલી
–(ક)નદી યમુનાને તીર, ઉડે દોય પંખીયાં-એ દેશી. શાંતિ જિણેસર કેસર, અચિત જગ ધણી રે, અર્ચિતા સેવા કીજે સાહિબ, નિત નિત તુમ તણી રે, નિત તુજ વિણ દૂજે દેવ, ન કેઈ દયાલુઓ રે, ન કોઈ મન-મેહન ભવિ-બેહન, તૂહી મયાસુઓ છે. તૂહી. ૧ દુરિત અપાસન શાસન, તું જગ પાવન રે, તું જગળ સુકૃત–ઉલ્લાસન, કર્મ-નિકાસન ભાવને રે, નિકાસન સિંહાસન પદ્માસન, બેઠે જે ઠવે રે, બેઠે જગ ભાસન પર શાસન, વાસન ખેપવે છે. વાસન૦ ૨ વાણી ગંગ તરંગ, સુરગ તે ઉચ્છલે રે, સુરંગ, નય-ગમ-ભંગ-પ્રમાણ, પ્રવાહ ઘણું ભલે રે, પ્રવાહ નિશ્ચય નય વ્યવહાર, તિહાં ભમરી ભમે રે, તિહાં. બુદ્ધિ નાવ જસ ચાલે, તેહને સહુ નમે રે. તેહને ૩
+ આ સ્તવન કર્તા મહર્ષિએ સંવત. ૧૭૩૪ માં રચ્યું છે. ૧ તુજ વિણ દેવ ન કોઈ કે જગ દયાલુઓરે. ૨ વેરે. ૩ પેખેર.