SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કેઈથી થઈ શકે તેમ નહોતી : તેઓ “ફર્ચાલિ શારદા'નું બિરૂદ ધરાવતા હતા અને બાળપણથી જ પોતાની વચનચાતુરી વડે બૃહસ્પતિને તેમણે જીતી લીધા હતા. આ મહાપુરુષની પૂર્વાવસ્થાનું નામ જસવંતકુમાર હતું. જસવંતકુમારને જન્મ કહોડુ નામના ગામમાં થયે હતે. એ કહેડુ ગામ ગૂર્જરદેશના અલંકારતુલ્ય શ્રી અણહીલપુર પાટણની નજીક શ્રી કુણગેર ગામ પાસે છે. જશવંતકુમારના પિતાજીનું નામ નારાયણ હતું અને તે એક જૈન વણિક હતા. શ્રી જશવંતકુમારની માતાનું નામ “સભાગદે” હતું. શ્રી જૈનશાસનથી સુસંસ્કારિત માતાપિતાના સુગે શ્રી જશવંતકુમારને બાલ્યવયમાં જ જૈનશાસનના સારભૂત વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. પિતાના વૈરાગ્યવાસિત થયેલા બાળકને એ સુયોગ્ય માતાપિતાએ સંવત્ ૧૬૮૮ની અણહીલપુર પાટણ જઈ પંડિત શ્રી નયવિજયજી મહારાજા પાસે દીક્ષા અપાવી. ગુરૂશ્રીએ જશવંતકુમારનું નામ શ્રી યશોવિજયજી રાખ્યું. જશવંતકુમારના બીજા પમસિંહ નામના લઘુભાઈ હતા. તેમણે પિતાના તે વડીલ બંધુની સાથે દીક્ષા અંગીકાર કરી હતી. અને તેમનું નામ શ્રી પદ્મવિજયજી રાખવામાં આવ્યું હતું. એ બન્ને ગુરૂબંધુઓની વડી દીક્ષા તે જ સાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયદેવસૂરિજીના વરદ હસ્તે થઈ હતી. બને ભાઈઓએ સાથે ગુરૂ પાસે કૃતાભ્યાસ કર્યો. સંવત ૧૬૯૯માં રાજનગરના સંઘ સમક્ષ મુનિવર શ્રી યશોવિજયજીએ અષ્ટ અવધાન કર્યા. તે વખતે સંઘના એક આગેવાન શાહ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy