SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ આ મહાપુરુષનાં વચને, કોઈ પણ શાસ્ત્રીય વિષયના સમાધાનમાં આજે પણ પ્રત્યેક સાધુ કે શ્રાવક પ્રમાણભૂત તરિકે સ્વીકારે છે. આ મહાપુરુષના જીવનને લગતી કેટલીક પ્રમાણભૂત હકીકત શ્રી સુજસેવેલી ભાસ' નામના ગૂર્જર પદ્યાત્મક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. “શ્રી સુજસેવેલિ ભાસરના રચનાર મુનિરત્ન શ્રી કાતિવિજયજી, તપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય સમર્થ શાસનપ્રભાવક જગદ્ગુરૂ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીનિ વિજયજી મહારાજાના શિષ્યરત્ન હતા ? તથા બે લાખ પ્રમાણુ ઑકના બનાવનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરના ગુરૂભ્રાતા હતા. આ મુનિવર શ્રી કાન્તિવિજયજી ગણિવર માટે, ઉક્ત ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરે “શ્રી હૈમધુપ્રક્રિયા” નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યાને ઉલ્લેખ પણ મળી આવે છે. ઉપાધ્યાયજીની અતિપ્રિય સંજ્ઞાથી પ્રસિદ્ધિને પામેલા શ્રી યશોવિજયજી વાચકને પરિચય આપતાં “સુજસેવેલિ ભાસના કર્તા જણાવે છે કે-પૂર્વે પ્રસવ સ્વામિ આદિ છે શ્રત કેવલિ થયા, તેવી રીતે કલિકાલમાં આ યશોવિજય વાચક મહાનું કૃતધર હતા : સ્વસમય અને પરસમયમાં અતિનિપુણ હતા : આગમના અનુપમ જ્ઞાતા હતા : સકલ મુનિવરે માં શેખર અને કુમતના પ્રખર ઉસ્થાપક હતા : તેમણે શ્રી જૈન શાસનના યશની ભારે વૃદ્ધિ કરી હતી : તેમનામાં બીજા સેકડો અને લાખે ગુણ એવા હતા કે એમની જોડી
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy