SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ સ્થળેના એકલવ્યના વંશજો જેવા જીભના કરડા પણ હદયના મીઠા અડબંગ વરુ આટવિકેનું તેમની લાક્ષણિક વાણી સાથે આલેખન, જે એકબે દાખલા પછી થોડુંક એકધારું લાગે છે. પણ પ્રસંગો ને પાત્રાલેખન કરતાં કવિને વિશેષ ફાવ્યાં છે વર્ણને, જેમાં સાગરઝાડીઓ ને તેમાંની નૌકાયાત્રા, નર્મદા, વિંધ્યવન, દંડકારણ્ય, સીતાશ્રમ, કાવેરીને ધેધ, સાગર, કામરૂપની વિલાકુંજે ને રમણીઓ, હિમાલયની નિસર્ગશ્રી આદિનાં કવિના શબ્દભવ ને કવિત્વને બળે આકર્ષક બન્યાં છે. કથામાં બહુધા શ્રીકૃષ્ણને મુખેથી તથા ક્યારેક નારદ, વ્રજબાળા તથા તીર્થસ્થળોએ સંઘને મળતા ઋષિતપસ્વીઓને મુખેથી જ્ઞાનભક્તિપોષક ધર્મવાર્તા આખા પ્રવાસ દરમ્યાન થયાં જ કરતી હોય છે. કાંચનગંગાને ઘાટે હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે કવિએ નવ-ઉષાસ્તોત્રો તથા ચંદ્રગાયત્રી ઉદ્ગારાવ્યાં છે. કવિની બધી પ્રિય ભાવનાઓ પણ કથામાં પુનરુચ્ચારણ પામે છે. એમની પ્રિય દાંપત્યભાવનાને શ્રીકૃષ્ણ રુકિમણી અને અજુન-સુભદ્રાની જોડીની ઓથે તેમ જ પંચવટી, રામસેતુ અને અયોધ્યાનાં તથા ભારુંડ મુનિના દર્શને કવિ ઉત્સાહથી ગાય છે. વિલાસ વિરુદ્ધ સંયમના એમને પ્રિય આગ્રહને કામરૂપની યાત્રામાં તથા કલાસ પરની હરિહરની ગોષ્ઠી વેળા ફરી રજૂ થવાને અવકાશ મળ્યો છે. શ્રીકૃષ્ણ સંઘને કામરૂપ લઈ ગયા છે, તે “રૂપની આ ભેમમાંયે “શીલ-સંયમ’ વાવવા માટે. પાપ, પુણ્ય, ભક્તિ, જ્ઞાન, અહિંસા, સદાચાર ઇમાટેનું કવિનું જાણીતું વલણ ફરી ઉદ્ઘોષતા ઉદ્ગારો “હરિસંહિતા' ઠેરઠેર સંભળાવે છે. કૃતિના કાવ્યતત્ત્વ પર નજર કરતાં, મંડળીના અધ્યાયના આરંભે અને અંતમાં (પ્રેમાનંદ આખ્યાના કડવાંને મુખબંધ અને વલણની જેમ) મૂકેલા લેકે સિવાય સમસ્ત કૃતિ કવિએ પ્રવાહી અનુષ્કપમાં લખી છે, જોકે “પિતૃતર્પણ” ને ગરો પ્રાસબદ્ધ અનુષ્યપ ત્યાં નથી દેખાતે. નાટક અને “કુરુક્ષેત્રની પેઠે વચમાં બધાં થઈને સે ઉપર ગીત પણ કવિએ એમાં મૂક્યાં છે (તેઓ એમ ન કરે તો જ નવાઈ). કેટલીક વાર આખા અધ્યાય ગીતરૂપે લખાયા છે. બીજા મંડળમાં સત્યભામાના સંદેશામાં, ચોથામાં નારદગીતમાં, આઠમામાં શ્રીકૃષ્ણનાં ઉષાસ્તોત્રોમાં, અગિયારમામાં વ્રજપંચાધ્યાયીમાં અને કૃતિના છેલ્લા અધ્યાયમાં કવિતા લહેરાવવા મહેકાવવાના મળતા અવસરને કવિએ ઠીક લાભ ઉઠાવ્યો કહેવાય એમ છે. શ્રીકૃષ્ણનાં ઉષાસ્તોત્રો તથા હિમાલયની શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપની સ્તુતિમાં અને કઈ કઈ ઉપનિષદમાં કવિએ આષ છંદરચના પણ ઠીકઠીક સફળતાપૂર્વક અજમાવી છે. એમ તો પેલાં બે વાર ઉચ્ચારાયેલાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy