SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ર. ૨] [ ૫૩ નિરૂપણમાં કચારેક પેસી ગયેલી પ્રાકૃતતા, પાત્રાલેખનમાં જીવન્તતા અને ઊંડાણુની ઊણપ, ભાવનિરૂપણુ અને રસનિષ્પત્તિની કેટલીક ગુમાવાયેલી તક, વાગ્મિતાના અતિરેક, શૈલીદાસ્યની ચાડી ખાતાં એકલઢણિયાં શબ્દપ્રયોગા અને વર્ણના, નિવાર્ય પુનરુક્તિ, સૂક્ષ્મ ઔચિત્યવિવેકના અભાવ, કૃતિમાં ભાષા, શૈલી, કવિદર્શન વગેરેમાં નવી વિશિષ્ટતા કે ચમકનુ અદન - આ બધાંને જવાબદાર ગણી શકાય. સામે પક્ષે, પેાતાને થતા આસ્વાદને આધારે તેમ જ શાસ્ત્રલક્ષણના આધારે પણ' આ કૃતિને મહાકાવ્ય ઠરાવતા રસિકલાલ છે. પરીખના અભિપણ ધ્યાનપાત્ર છે. - પ્રાય ૧૭ ન્હાનાવાલ હરિસંહિતા' : જેને કવિએ પેાતાની ‘કાવ્યયાત્રાનું મહાતીર્થં' કહી આળખાવી છે એ ‘હરિસ’હિતા’ (૧/૧૯૫૯, ૨-૩/૧૯૬૦) તેમની કથાત્મક કવિતાની સૌથી વિપુલકાય કૃતિ છે. કવિ આયુષ્યનાં છેલ્લાં સાડાત્રણ વર્ષ એના પર મડવા રહેવા છતાં એનાં નિર્ધારેલાં ખાર મ`ડળમાંથી આઠ જ તેએ પેાતાના અવસાન પહેલાં પૂરાં કરી શકયા હતા. એમની મરણાત્તર પ્રકાશન બનેલી ત્રણ ભાગનાં ત્રણ પુસ્તકાની આ કૃતિમાં ૩, ૫, ૬ ને ૧૦ એ ચાર મંડળ તેમજ બાકીનાં મંડળામાંથી કાઈ કાઈના કેટલાક અધ્યાય લખાયા નથી. કુરુક્ષેત્રના સંગ્રામ વેળા ૮૪ વર્ષના શ્રીકૃષ્ણે ત્યાર બાદ સેાળ વર્ષે સેા વર્ષના થયા ત્યારે ઊજવાયેલા તેમના શતાબ્દી મહે।ત્સવ પછી અર્જુન-સુભદ્રા તથા યાદવ પરિવારને સાથે લઈ “ માટા સોંઘ કાઢી સેાળમે વરસે પૂરી થયેલી ભારતયાત્રા સહ સંસ્થાપનાથે તેમણે કરી એવી કલ્પના ચલાવી પેાતાના આરાધ્ય હરિવરની એ ધર્મયાત્રા કવિએ વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિ ંધ્યાચળ, ગેાદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપ, મિથિલા, હિમાલય, કાશી, અયેાધ્યા, હસ્તિનાપુર, વ્રજ, આરાવલી, શ્રીમાળ થઈ ત્યાંથી સૌરાષ્ટ્રના અત્યારના દ્વીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછાં દ્વારિકા, એવે! એ યાત્રાનેા ક્રમ કવિએ પેાતાના ભૂગાળજ્ઞાનની મદદથી ગાઠવ્યા છે. આવડા લાંબા પુરાણકાવ્યમાં પ્રસંગાનું બાહુલ્ય અને તેમની સુગ્રથિત રજૂઆતની જે અપેક્ષા રખાય તેને ન્હાનાલાલની કવિપ્રવૃત્તિ બહુ સ ંતાષી શકે એવી ન હતી. છતાં ધીરજથી ગ્રંથના વાચનપ્રવાસ કરનારને કથારસ પણ મળી રહે એમ છે. પાત્રોમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, ત્રજબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે, જોકે તેઓ તથા સંધ જુદે જુદે સ્થળે જેમના સંપર્કમાં આવે છે તેવાં પાત્રો કથામાં ઘણાં આવે છે, જેમાં માતંગ અને ભારુડ જેવા ઋષિએ તેમની પૂર્વકથાને લીધે આકર્ષક લાગે છે. કવિને વિશેષ ફાવ્યું છે જુદાં જુદાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy