SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [૫૧ સાથે કવિએ આ મહાકાવ્ય બાર કાંડામાં લખી “સમન્તપંચકીના ઉપોદઘાત તથા “મહાપ્રસ્થાનનાં ઉપસંહાર કાવ્ય તેની સાથે પાછળથી જેડ્યાં છે. એમની નજર સમક્ષ નમૂના માટે મિટનને “પેરેડાઇઝ લાસ્ટ’નું મહાકાવ્ય (epic) તથા હેમરનું “ઇલિયડ” (કુરુક્ષેત્રનું મહાભારત યુદ્ધ એમાં વસ્તુવિષય હેવાથી) હશે – કુરુક્ષેત્રના બાર કાંડ મિલ્ટનના મહાકાવ્યના બાર સર્ગની વ્યવસ્થાની યાદ આપે – તેમ ટેનિસનનું “આઈડિલ્સ ઑફ ધ કિન્ગ પણ હતું. બારે કાંડ કવિએ સમયાનુક્રમ પ્રમાણે નહિ, કવિના નિરંકુશ આત્મછંદ પ્રમાણે ચાલી આડાઅવળા લખેલા અને જેમ તે લખાતા ગયેલા તેમ છપાવતા ગયેલા. યુગપલટ' નામક પ્રથમ કાંડના પ્રસંગનું આયોજન કવિનું મૌલિક છે. આથમતી પૂર્ણિમાના દર્શને પૂર્વાનુભૂત રાસપૂર્ણિમાના સ્મરણે બંસી બજાવતા બંધુ શ્રીકૃષ્ણને બહેન સુભદ્રા દ્વાપર અને કલિની સંધ્યાએ યુગપલટો માગત હતે તે મુજબ બંસી છોડાવી તેના હાથમાં પાંચજન્ય શંખ મૂકી તેને સુંદરમાંથી ભવ્ય બનાવે એ આ કવિને જ સૂઝે એવી સુંદર કલ્પના હતી. બીજા બે કાંડમાં કૃષ્ણવિષ્ટિ અને યુદ્ધનિર્ધારના પ્રસંગ પતાવી કાંડો ૪ થી ૧૦ મહાભારતયુદ્ધના કેન્દ્રવતી મહાપ્રસંગને આપી કવિએ કાંડ ૧૧ મો શરશય્યા પરથી ભીમે યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના “શાતિપર્વમાંના ઉપદેશ માટે રોક્યો છે. “મહાસુદર્શન” નામના બારમા કાંડમાં પહેલા કાંડ જેવી કવિની મૌલિક્તાનું તૃપ્તિકર દર્શન થાય છે. યુદ્ધાતે વિજેતા પાંડવોના હૈયામાં પોતે કરેલા સંહાર માટે ઊભરાયેલા વિષાદ અને પશ્ચાત્તાપમાંથી એમને બહાર કાઢી, સંહાર પણ સર્જનના જેવી પરબ્રહ્મની જગકલ્યાણકારણી લીલા છે એવી સમજનું સમાધાન એમનાં હૈયામાં રોપવા મહામુનિ વ્યાસ એમને પિતાના તપોબળના પ્રભાવે અદ્ભુત દર્શન જેગણુઓનું, પિતલકનું અને સર્જન તથા સંહારના દાંતાવાળા વિરાટના મહાસુદર્શનચક્રનું કરાવે છે તેનું એના અંતિમ ભાગમાં આવતું વર્ણન કવિની ગણનારોહી વિરાટસ્પર્શી અને ચિત્રો સર્જતી કલ્પનાના પ્રભાવનું તેમ એમની જ્ઞાનદષ્ટિનું દર્શન કરાવવા સાથે ડોલનશૈલીને કવિપૂરતા સામર્થ્યનું પણ ભાન કરાવે એવું છે. આખા કાવ્યનું રહસ્ય બતાવવાની પણ તક કવિએ એમાં લીધી છે; નહિતર, માત્ર યુદ્ધ અને માનવસંહારની જ કથામાં જેને રસ પડે એવા આ કવિ હતા જ નહિ. ન્હાનાલાલમાંના સદા જાગ્રત તત્વચિંતકે પિતાનું વર્ચસ્વ ત્યાં બતાવ્યું છે, જેમ તે બતાવ્યું છે ૧૧મા કાંડના ભીષ્યબાધમાં પણ એમાં રજૂ થતે ભીષ્મને ઉપદેશ “મહાભારતનો નહિ એટલે ન્હાનાલાલને છે એ કહેવાની જરૂર પડે તેવું નથી. “મહાપ્રસ્થાનને ઉપસંહાર કૃતિનું રેગ્ય સમાપન સાધી આપી વિવિધ રસોની શાન્તરસમાં પરિસમાપ્તિ લાવે છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy