SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦] . ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ આવ્યો આંગણિયે, ર, શમી ગયો અભ્યાધિ અમ્બોધિમાં. જે ભવ્યતાનુવતી છંદ-ઘોષ અજબ સંવાદથી ભળી જાય છે. કાવ્યલાલિત્ય અને ભવ્યતા બંનેની એકસરખી સિદ્ધિ આ કવિની દેખાડે છે. “ન નિરખ્યા હરિને જરીને પરિતાપ અને વ્યાકુળતા ગાનાર કવિને પિતે ઝંખેલું હરિદર્શન થયાને આનંદ આ કાવ્યમાં સલાસ ઝળકી રહ્યો છે. ચાર ખંડમાં વિસ્તરતું દ્વારિકાપ્રલય) કવિએ કુરુક્ષેત્રના બધા કાંડા લખી લીધા પછી જાણે તેને અનુસંધાન કે પરિશિષ્ટરૂપે લખ્યું હોય એવું કથાકાવ્ય છે. એમાં દ્વારિકા, પ્રભાસનું સોમનાથ મંદિર, સાગરકિનારે યદુકુમારને આનંદોત્સવ ને તેમાંથી ઉદ્દભવેલી જાદવાસ્થળી, બલભદ્રને સાગરવિલય – આ સર્વને વર્ણવતા પહેલા બે ખંડ કરતાં કૃતિને ભાવદષ્ટિએ આકર્ષક ભાગ છે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગને વિષય બનાવતો ત્રીજો ખંડ, અને કવિના શબ્દપ્રભુત્વ અને વર્ણનસામર્થ્યની દૃષ્ટિએ અધિક આકર્ષક ભાગ છે દ્વારિકાના સાગરનિમજ્જનને સાક્ષાત્કરાવતે ચોથે ખંડ. દ્વારિકાને પ્રસવા આવતાં સાગરનાં ધસતાં પ્રલયંકર મોજાંની રૌદ્રલીલાનું કૃતિની છેલ્લી પાંચસોએક ડોલન-પંક્તિએમાં કવિએ કરેલું વર્ણન એમાંના વર્ણનના પૌનઃ પુન્યના દોષ છતાં એમને એક સાહિત્યવિજય ગણાવા પાત્ર છે. એમાં મહાકાવ્યોચિત ભવ્યતાને સંસ્પર્શ પણ અનુભવાય. કરક્ષેત્ર : નેહાનાલાલની એથી વધુ મહત્વાકાંક્ષી કૃતિ “કુરુક્ષેત્ર છે. મહાકાવ્ય રચવાનો મને રથ નર્મદની એવી મહત્ત્વાકાંક્ષામાંથી પિતાનામાં ઊગ્યો હોવાનું તેમણે એની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. નર્મદે મહાકાવ્ય માટે યોગ્ય છંદ માટે ફાંફાં મારી વિરવૃત્ત યોજેલ, તે પ્રમાણે કવિએ પણ તેવા છંદની શોધમાં ડોલનશૈલી ઘડી પણ તેને પ્રયોગ નાટક “ઈન્દુકુમાર' માટે ને ખંડકાવ્ય “વસંતોત્સવ' માટે કર્યો, જોકે “ઈન્દુકુમારના ત્રણ અંકને પિતે મહાકાવ્ય કહી ઓળખાવવાનો પ્રયાસ પાછળથી કર્યો છે. વસ્તુતઃ પિતાને પૂરતો કવિયશ આપી “મહાકવિ' કહી વધાવનાર ગુજરાતને મહાકાવ્ય આપી જવાની અને એ રીતે પિતાને “મહાભારતકાર વ્યાસના પરાશરગોત્રને એ સાહિત્યકાર્યથી પણ ગૌરવવંતા વારસ સિદ્ધ કરાવવાના અભિલાષે એમને મહાકાવ્યનો આ પ્રયાસ હાથ ધરવા પ્રેર્યા હોવાનું સમજાય છે. કુરુક્ષેત્રના યુદ્ધના પ્રસંગ ઉપર એમણે વસ્તુ માટે ઢળેલી પસંદગી પણ એ સૂચવે છે. બીજી બાજુ, પિતે જેને મહાભારત યુદ્ધના મહાનાયક માને છે એ ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખી એમનું મહિમાગાન કરવાની તક પણ એથી એમની ભક્ત-વૃત્તિને મળતી હતી. વસ્તુ એટલે પાત્રો અને પ્રસંગો વ્યાસનાં લેવાં, પણ નિરૂપણ અને કવિતામાં તો નિજી સંપત્તિ દાખવવી એવા સંકલ્પ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy