SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [૪૭ પાટણના પરધાને અમને બેન કહી બોલાવ્યાં જે “પિકા') જેવી રચનાઓ બતાવે છે. પ્રસંગકાવ્યનું કાઠું કવિના કેટલાંક કાવ્યો'-૩ની ત્રણ ડોલનશૈલીની રચનાનું પણ દેખાય છે. “હારો મોર” અને “પારેવડાં' એ મિત્ર ત્રિભુવનદાસ ગજરને ત્યાં લખાયેલ બે રચનાઓમાં પહેલીમાં સાગરતીરના મહેલની મહારાણીને તેના પાળેલા મોરના મૃત્યુપ્રસંગે યોગીએ આપેલ સમાધાસક બોધ તેને જ ખાતર પ્રસંગ યોજાયો હોવાનું દેખાડે, અને બીજીમાં ગજજર-દંપતીના જીવનને અણસાર પારેવડાંના પ્રતીકાત્મક વિનિયોગથી કળાય. પહેલી રચનામાં મોર પણ સંતાનના પ્રતીક તરીકે પ્રજા હોવાનું સ્પષ્ટ છે. “બ્રહ્મજન્મ' એ બેઉ કરતાં વધુ આસ્વાદ્ય કૃતિ આત્મલક્ષી રચના છે. કવિ પિતાના કવિજન્મની જ વાત તેમાં બ્રહ્મજન્મ એટલે બ્રાહ્મણ – દ્વિજ તરીકેનાં નવસંસ્કાર ને દીક્ષાની વાતના ઢાંકણમાં કરે છે. એમાંના અંધકાર, ચંદ્રોદય, ચંદ્રબિંબમાં દેખાયેલાં બ્રહ્મકુમારી શારદાનાં ચિત્રવર્ણન કવિતા લેખે સુંદર છે અને કાવ્યમાંના નવ-બ્રહ્મકુમારે બ્રહ્મકુમારી સન્મુખ લીધેલી પ્રતિજ્ઞા કે કરેલ પુણ્ય સંક૯પ ન્હાનાલાલની કાવ્યભાવના કે કવિધર્મના એમના આદર્શને દીપ્તિમંત ભાષામાં મૂકી આપે છે. એ પ્રતિજ્ઞા, સંક૯પ કે કવિધ ન્હાનાલાલે તેમને સમગ્ર સાહિત્યસર્જનમાં નકશા પ્રમાણે ચણાતી ઇમારત પેઠે અક્ષરશઃ પાળ્યો છે એ હકીકત છે. ત્રણે કાવ્યમાંની પ્રસંગની ઝાંખી પાતળી રેખાઓ આ કવિને વિગતસ્પષ્ટ અને મૂર્ત વસ્તુસંવિધાનમાં બહુ રસ નથી, એ દેખાડી આપે છે. કથાત્મક કવિતા હાનાલાલના જે કાવ્યસર્જનની અત્યાર સુધી વાત કરી તે તેમનાં મિકાવ્યને લગતી હતી. એમાં એમની અનન્ય સિદ્ધિથી ગુજરાતને મુગ્ધ કરનાર આ કવિએ કથાત્મક (narrative) કવિતાને પણ પિતાની કાવ્યસાધનામાં એટલું જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એ પ્રકારની કવિતામાં વસંત્સવ” અને “ઓજ અને અગર' જેવાં ખંડકાવ્ય, દ્વારિકાપ્રલય' જેવું કથાકાવ્ય, “કુરુક્ષેત્ર' જેવું મહાકાવ્ય અને “હરિસિંહતા” જેવું તેથીય મોટા માપકદનું, કવિના શબ્દમાં, કવિરાટકાવ્ય” કે આપણે જેને “પુરાણકાવ્ય” કહીએ તે ચાલે, તેને સમાવેશ થાય છે. બંસી મૂકી પાંચજન્ય શંખ હાથમાં લેનાર શ્રીકૃષ્ણ “સુંદર મટી ભવ્ય' બન્યા એમ કહેતા કવિ પોતે પણ સુંદર મટી ભવ્યની આરાધના કરવા માટે ઊર્મિકાવ્યમાંથી કથાત્મક કવિતા ભણી વળ્યા હોય એમ આપણને લાગે, પણ વસ્તુતઃ ઊર્મિકાવ્યની સાથે કથાત્મક કવિતાની સાધના એમણે આરંભથી જ આદરી હેવાનું વસંતેત્સવ” અને “ઈન્દુકુમાર'-૧ પરથી જણાય છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy