SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ ઊર્મિત લાવે છે તેને લીધે એ કાવ્ય કરુણપ્રશસ્તિકાવ્ય(elegy)નું રૂપ પણ પકડે છે – જેમ “શ્રાદ્ધતિથિ એ “સંઘમિત્રા'નું અર્પણકાવ્ય પણ ગત પુત્રી માટેનું કરુણપ્રશસ્તિકાવ્ય બન્યું છે. કાવ્યના એ પશ્ચાત્તાપના ભાવને અંગત કાટિમાંથી ઊંચકી, તેમાં અર્વાચીન યુગના નવજાગૃતિકાળની ઉસહિ-અધીરી જુવાન પેઢીને અનાદરેલી આગલી પિતૃપેઢી આગળ વ્યક્ત થતો પશ્ચાત્તાપ બળવંતરાય ઠાકોરે જોયો છે. એ કાવ્યના ખંડ ૧ અને પમાનાં ભાવ-ભાષા ભાવકના કાનમાં ગુંજ્યા કરે એવાં છે. બાકીનાં ત્રણ કાવ્ય અછાંદસ ડોલનશૈલીમાં લખાયાં છે, જેમાં એ શૈલીને વાગ્વિલાસ “વસંતોત્સવ' અને “ઈન્દુમાર' – ૧ની જેટલે નહિ તોય એની જેવો જોવા મળે છે. એ સાથે જોવા મળે છેકવિને કાશીરામ દવે પ્રત્યેને ગુરુભાવ, ગાંધીજીની સાધુતા અને સેવાગ પ્રત્યેનો આદરભાવ અને અમૃતલાલ પઢિયાર માટેના પ્રેમાદરભર્યો મૈત્રીભાવ, જે તે કાવ્યને ઊર્મિની ભીનાશ અને ઉષ્મા આપે છે. અંજલિવિષય વ્યક્તિઓની ગુણપ્રશસ્તિ તથા એમાંને સ્વજનવિરહને કરુણ ભાવ એમાંના ‘ગુરુદેવ” અને “સૌરાષ્ટ્રને સાધુ” એ બે કાવ્યોને કરુણપ્રશસ્તિ કાવ્યના વર્ગમાં મૂકવા લલચાવે એવાં છે. ગુજરાતનો તપસ્વી' એ કર્મવીર મહાત્મા ગાંધીને ગુજરાતના એ સમયના સમર્થ પ્રતિભાશાળી કવિએ એમની પચાસમી જન્મજયંતીને અવસરે અપેલી એમની દેશસેવાને અભિનંદતી-અનુદતી ઉત્સાહભરી અંજલિ ગાંધીજીને અપાયેલી અંજલિઓમાં અગ્રસ્થાનની અધિકારી છે. એ કાવ્યમાં ગાંધીજીની સાથે કસ્તુરબા ગાંધીને પણ કવિએ સંભાર્યા ને આદરથી વધાવ્યાં છે, જેમ પિતૃતર્પણમાં પિતા ભેગાં માતાને પણ તેમણે સંભાર્યા-સંપૂજ્યાં છે. પોતાને મળતાં માન-સન્માન વિળા સ્વપત્ની માણેકબાઈને તેની અર્ધભાગિની બનાવ્યાં કરનાર કવિ ન્હાનાલાલને નારીગૌરવના કવિ' કાકા કાલેલકરે અમસ્તા નથી કહ્યા. “સાધે સત્યનાથે આગ્રહ ન હોય' એવી તથા મુખ પર વિષાદઘેરા ગાંભીર્ય માટે ગાંધીજીને કવિએ એ કાવ્યમાં ઉમળકાભરી પ્રશસ્તિથી નવાજ્યા પછી કરેલી મીઠી ટકોર ન્હાનાલાલના પણ કવિવ્યક્તિત્વની અને જીવનદર્શનની પિછાણ કરાવી રહે છે. કવિએ લખેલાં ballad પ્રકારનાં કહી શકાય તેવાં કથાગીતને પણ અત્ર સંભારી લઈએ. “સરવરિયાં ડોલ્યાં” એ મધ્યકાલીન વીરતાનાં બહેનની માગણીથી તેના માડીયા ક્ષત્રિય વીરે ખેલેલા ધિંગાણુના પ્રસંગને વર્ણવતું કરુણાન્ત કાવ્ય પારસીઓના ગુજરાતમાં થયેલા પ્રથમ આગમનને પ્રસંગને વર્ણવતા ‘દૂધમાં સાકર” નામના કાવ્ય કરતાં કથાગીતના રાસડા તરીકે વધારે સફળ છે. આવા રાસડાની પણ અજમાયશ કવિએ સફળતાથી કરી હોવાનું આ બે અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy